બ્રિટનમાં 14 વર્ષ પછી સત્તાપલટો થયો છે, આ વર્ષની ચૂંટણીમાં દેશમાં લેબર પાર્ટીની સરકાર બની છે. તે જ સમયે, આ વખતે ભારતીય મૂળના 29 સાંસદોએ સામાન્ય ચૂંટણી જીતી છે. લેબર પાર્ટીના 19 ભારતીય સાંસદો ચૂંટાયા બાદ હાઉસ ઓફ કોમન્સમાં પહોંચશે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના 7 ભારતીય મૂળના ઉમેદવારો ચૂંટણી જીત્યા છે.
- હાઈલાઈટ્સ :
- બ્રિટનમાં 14 વર્ષ પછી સત્તાપલટો થયો
- શિવાની રાજાએ 14,526 વોટથી મેળવી જીત
- 37 વર્ષ બાદ કન્ઝર્વેટિવ પાર્ટીને સીટ અપાવી
- લેબર પાર્ટીનો ગઢ મનાતી સીટ પેટ જીત મેળવી
બ્રિટનમાં 14 વર્ષ પછી સત્તાપલટો થયો છે, આ વર્ષની ચૂંટણીમાં દેશમાં લેબર પાર્ટીની સરકાર બની છે. તે જ સમયે, આ વખતે ભારતીય મૂળના 29 સાંસદોએ સામાન્ય ચૂંટણી જીતી છે. લેબર પાર્ટીના 19 ભારતીય સાંસદો ચૂંટાયા બાદ હાઉસ ઓફ કોમન્સમાં પહોંચશે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના 7 ભારતીય મૂળના ઉમેદવારો ચૂંટણી જીત્યા છે.
ભારતીય મૂળના આ સાંસદોમાંથી એક ભારતની પુત્રી છે જે ગુજરાતી મૂળની છે. શિવાની રાજાએ યુકેના લેસ્ટરના સંસદીય મત વિસ્તાર લેસ્ટર પૂર્વ બેઠક પરથી જીત મેળવી છે. હાઉસ ઓફ કોમન્સમાં શપથવિધિ દરમિયાન શિવાની રાજાના હાથમાં ગીતાનું પુસ્તક હતું. હાથમાં ગીતા પુસ્તક સાથે તેમણે પદના શપથ લીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
શપથ ગ્રહણ સમારોહ પછી, શિવાના રાજાએ તેના ટ્વિટર પર લખ્યું, “લેસ્ટર ઈસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવો એ સન્માનની વાત છે. હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ પ્રત્યેની નિષ્ઠાના શપથ લેવા બદલ મને ગીતા પર ખરેખર ગર્વ છે.”
શિવાની રાજા બ્રિટનમાં ભારતીય સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય છે. લેસ્ટરમાં જન્મેલી શિવાનીએ હેરિક પ્રાઈમરી, સોર વેલી કોલેજ, વિગસ્ટન અને ક્વીન એલિઝાબેથ II કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ગુજરાતી મૂળની શિવાની અને તેનો પરિવાર દીવનો છે. કન્ઝર્વેટિવ ઉમેદવાર તરીકે, તેમણે 14,526 મત મેળવ્યા અને લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલને 4,426 મતોથી હરાવ્યા.