હાઈલાઈટ્સ :
- હવેથી 25 જૂનને હવેથી “સંવિધાન હત્યા દિવસ” તરાકે માનાવાશે
- કેન્દ્રની નરેન્દ્ર મોદીની વડપ્ણ હેઠળની NDA સરકારનો નિર્ણય
- કેન્દ્રીય ગૃહમંત્રી અનિત શાહે સોશિયલ મીડિયા થકી આપી માહિતી
- 25 જૂન 1975 ના રોજ દેશમાં એકાએક કટોકટી લાગૂ થઈ હતી
- દેશના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કટોકટી લાગૂ કરી હતી
- લાખો લોકો જેલમાં ધકેલાયા,મીડિયાની અભિવ્યક્તિ પર તરાપ મારી
આપણે સૌ જાણીએ છીએ અને ઈતિહાસ પણ સાક્ષી છે કે 25 જૂન 1975 ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કટોકટી લાગૂ કરી હતી.ત્યારે આ દિવસ એટલે કે 25 જૂનને હવેથી સંવિધાન હત્યા દિવસના રૂપમા મનાવવામાં આવશે.
કેન્દ્રની NDA ની નરેન્દ્ર મોદી સરકારે આજે મોટો નિર્ણય કરીને હવેથી 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનીવવાનો નિર્ણય કર્યો છે.અને તે માટે અધિસૂચી પણ જાહેર કરી દેવામા આવી છે.નોંધનિય છે કે 25 જૂન 1975 ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી હતી.ત્યારે આ દિવસને દેશભરમાં સંવિધાન હત્યા દિવસ તરીકે માનવવામાં આવશે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયાના માધ્યમ થકી કહ્યુ કે 25 જૂન 1975 ના રોજ તે વખતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની તાનાશાહી અને માનસિકતાને દર્શાવતા દેશમાં કટોકટી લાગૂ કરીને ભારતીય લોકતંત્રની આત્માનુ ગળુ દબાવવાનુ જાણે કે કાર્ય કર્યુ હતુ.
કટોકટી લાગૂ કરીને લાખો લોકોને જેલમાં ધકેલી દેવાયા હતા.તો મીડિયાની અભિવ્યકિતના આવાજને પણ દબાવી દિધો હતો.
તેથી જ ભારત સરકારે હવેથી પ્રત્યેક વર્ષ સંવિધાન હત્યા દિવસ મનાવવા નિર્ણય કર્યો છે.આ દિવસ એ તમામ લોકો માટે વિરાટ યોગદાનનુ સ્મરણના રૂપમાં મનાવવામા આવશે જેઓએ 1975નુ્ માત્ર અમાનવિય દર્દને સહન કર્યુ હતુ.
SORCE : ABP ન્યૂઝ