હાઈલાઈટ :
- ગુજરાતમાં વરસાદની હેલી આજે સેમવારે પણ યથાવત
- હવામાન વિભાગની રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગાહી
- દક્ષિણ-મધ્ય-ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં પણ આગહી
- નર્મદા જિલ્લામાં જાણે આભ ફાટ્યુ પાંચ ઈંચથી વધુ વરસાદ
- અમદાવાદમાં પણ આજે સોમવારે વરસાદ પડવાની શક્યતા
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાતમા આજે સોમવારે પણ વરસાદની અવિરત હેલી યથાવત જોવા મળી રહી છે.ત્યારે રાજ્ય હવામાન વિભાગે આજે સોમવારે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.જેમા આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોડશે.
ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં સુરત,વલસાડ,ભરૂચ. તાપી અને ડાંગમાં વરસાદની આગાહી છે,તો બનાસકાંઠા,સાબરકાંઠા,અમદાવાદ,મહિસાગર,આણંદ,વડોદરા,ગીર સોમનાથ,જૂનાગઢ,બોટાદ,અમરેલી તેમજ ભાવનગર જિલ્લામાં વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કુલ 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે.તેમા સૌથી વધુ વરસાદ અવલ્લીના મોડાસામા સાડા ત્રણ ઈંટ વરસાદ પડ્યો.આ સાથે જ રાજ્યના 8 તાલુકા એવા છે જ્યાં એક ઈંટથી વધુ વરસાદ નોંધાયો હતો.
આજે સોમવારની વાત કરીએ તો રાજ્યમાં કેટલાક જિલ્લામાં સવારથી જ વરસાદ શરૂ થયો છે. તેમાં નર્મદા જિલ્લામાં જાણે કે આભ ફાટ્યુ હતુ.અને બે કલાકમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.તો તિલકવાડામાં બે ઈંચ.સુરતની ઉમરપાડામા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો અન્ય વિસ્તારોમાં રૃપણ હળવાથી મધ્યમ વરસાદ થયો છે.
તો વળી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ આ મહિનાના અંતમાં તેમજ ઓગસ્ટની શરૂઆતામાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 15થી 17 જૂલાઇ દરમિયાન બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 17થી 24 જુલાઇ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.
તો ઓગસ્ટ મહિનામાં પણ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. સોરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, જૂનાગઢ, મોરબી, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત ભારે વરસાદ રહેશે.
SORCE :