ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચોની T20 અને એટલી જ ODI શ્રેણી રમવાની છે. ભારતનો શ્રીલંકા પ્રવાસ 27મી જુલાઈએ પ્રથમ T20થી શરૂ થશે.
- હાઈલાઈટ્સ :
- ઝિમ્બાબ્વે બાદ હવે ટીમ ઈન્ડિયા જશે શ્રીલંકા
- પહેલી મેચ 27મી જુલાઈએ,12 દિવસમાં 6 મેચ રમાશે
- ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચોની T20 રમવાની
- ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચોની ODI રમવાની
- ટી-20 સિરીઝની તમામ મેચ પલ્લેકેલેમાં રમાશે.
- વનડે શ્રેણીની તમામ મેચો કોલંબોમાં રમાશે.
ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકા સામે ટકરાશે. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમે ત્રણ મેચની ટી-20 શ્રેણી અને એટલી જ વનડે શ્રેણી રમવાની છે. ભારતનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈએ પ્રથમ T20થી શરૂ થશે. ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં 12 દિવસમાં કુલ 6 મેચ રમશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈના રોજ ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે. ત્યારબાદ બીજી T20 મેચ બીજા દિવસે એટલે કે 28મી જુલાઈએ અને ત્રીજી અને અંતિમ T20 મેચ 30મી જુલાઈએ રમાશે. ટી-20 સિરીઝની તમામ મેચ પલ્લેકેલેમાં રમાશે. ટી-20 શ્રેણી બાદ 2 ઓગસ્ટથી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. વનડે શ્રેણીની બીજી મેચ 4 ઓગસ્ટે અને ત્રીજી અને અંતિમ મેચ 7 ઓગસ્ટના રોજ રમાશે. વનડે શ્રેણીની તમામ મેચો કોલંબોમાં રમાશે.
શ્રીલંકા સામેની ટીમ ઝિમ્બાબ્વેથી અલગ હોય શકે છે
BCCIએ ઝિમ્બાબ્વે માટે ખૂબ જ યુવા ટીમ પસંદ કરી હતી. શુભમન ગિલ પાંચ મેચોની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. રેયાન પરાગ, તુષારદેશ પાંડે અને અભિષેક શર્મા જેવા ઘણા યુવા ખેલાડીઓ આ ટીમનો ભાગ હતા. ભારતીય ટીમે ઝિમ્બાબ્વેમાં પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી લીધી છે. તેમ છતાં, શ્રીલંકા પ્રવાસ પર ટી-20 શ્રેણી માટેની ટીમ સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે.શ્રીલંકા સામેની શ્રેણીમાં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન બની શકે છે. આ સાથે જ ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર ખેલાડીઓ પણ વાપસી કરી શકે છે.
રોહિત શર્મા વનડે શ્રેણીમાં કેપ્ટન બની શકે છે
રોહિત શર્મા શ્રીલંકામાં વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે. રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલી પણ આ સીરીઝનો ભાગ બની શકે છે. જો કે, એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં કેએલ રાહુલ કેપ્ટન રહેશે.જ્યારે રોહિત શર્મા,વિરાટ કોહલી,જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે.
ભારતના શ્રીલંકા પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
પ્રથમ T20- 27 જુલાઈ
બીજી T20- 28 જુલાઈ
ત્રીજી T20- 30 જુલાઈ
પ્રથમ ODI- 2 ઓગસ્ટ
બીજી ODI- 4 ઓગસ્ટ
ત્રીજી ODI- 7મી ઓગસ્ટ