જણાવી દઈએ કે કેપી શર્મા ઓલી CMN-UML પાર્ટીના અધ્યક્ષ છે. નેપાળી સંસદમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસના સમર્થનથી તેઓ વડાપ્રધાન બન્યા. ઓલીએ સરકાર બનાવવા માટે 165 સભ્યોની સહીઓ રાષ્ટ્રપતિને સોંપી હતી. આ 165 સભ્યોમાંથી 77 સભ્યો ઓલીના પક્ષ (CPN-UML)ના છે અને 88 સભ્યો નેપાળી કોંગ્રેસના છે.
હાઈલાઈટ્સ
- કેપી શર્મા ઓલી બન્યા નેપાળના નવા વડાપ્રધાન
- પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
- કેપી શર્મા ઓલીએ ચોથી વખત નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા
- તેમની સાથે 22 મંત્રીઓએ પણ શપથ લીધા
નેપાળમા નવી સરકારની રચના કરવામાં આવી છે. કેપી શર્મા ઓલીએ ચોથી વખત નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમની સાથે 22 મંત્રીઓએ પણ શપથ લીધા છે.
પીએમ મોદીએ કેપી શર્મા ઓલીને નેપાળના વડાપ્રધાન તરીકે નિયુક્ત થવા પર અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, ‘નેપાળના વડાપ્રધાન તરીકે તમારી નિમણૂક બદલ અભિનંદન. અમે અમારા બંને દેશો વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા અને અમારા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પરસ્પર ફાયદાકારક સહયોગને વધુ વિસ્તૃત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.
તમને જણાવી દઈએ કે કેપી શર્મા ઓલી CMN-UML પાર્ટીના અધ્યક્ષ છે. નેપાળી સંસદમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસના સમર્થનથી તેઓ વડાપ્રધાન બન્યા. ઓલીએ સરકાર બનાવવા માટે 165 સભ્યોની સહીઓ રાષ્ટ્રપતિને સોંપી હતી. આ 165 સભ્યોમાંથી 77 સભ્યો ઓલીના પક્ષ (CPN-UML)ના છે અને 88 સભ્યો નેપાળી કોંગ્રેસના છે. જે બાદ રાષ્ટ્રપતિએ તેમને સરકાર બનાવવાની મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે નવી ગઠબંધન સરકારમાં કેપી શર્મા ઓલીને ગઈકાલે ચોથી વખત દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 72 વર્ષીય ઓલીએ પુષ્પ કમલ દહલ પ્રચંડનું સ્થાન લીધું છે. નોંધનીય છે કે સીપીએન-માઓવાદી કેન્દ્રના પ્રમુખ પ્રચંડ શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વિશ્વાસ મત ગુમાવી ચૂક્યા હતા. ઓલી આ પહેલા ત્રણ વખત નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે.