હાઈલાઈટ્સ :
- કર્ણાટકના ઉપમુખ્યમંત્રી શિવકુમારની મુશ્કેલી વધી
- સુપ્રીમ કોર્ટ તરફથી ડિ.કે,શિવકુમારને મોટો ઝટકો
- CBI કેસ રદ્દ કરવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
- આગાઉ શિવકુમારે કર્ણાટક હાઈકાર્ટમાં કરી કરી હતી અરજી
- કર્ણાટક હાઈકોર્ટ તરફથી શિવકુમારને મળી ન હતી રાહત
- હાઈકોર્ટે CBI ને બે મહિનામાં તપાસ પૂર્ણ કરવા કર્યો હતો આદેશ
- સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર હસ્તક્ષેપ કરવા ઈનકાર કર્યો
- ઉપમુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પર આવકથી વધુ સંપત્તિનો હતો કેસ
કર્ણાટકના ઉપમુખ્યમંત્રી શિવકુમારને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી મોટો ઝટકો લાગ્યો છે.જેમાં સુપ્રીમ કોર્ટે તેમની CBI તપાસ રદ્દ કરવાની અરજી ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટના જ્જ જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ એસ.સી.શર્માની બેંચે આ મામલે કહ્યુ કે તેઓ કર્ણાટક હાઈકોર્ટના આદેશ પર હસ્તક્ષેપ કરવા તૈયાર નથી.અને એટલા માટે ડી.કે.શિવકુમારની અરજી ફગાવવામાં આવે છે.
નોંધનિય છે કે કર્ણાટકના ઉપમુખ્યમત્રી ડી..કે.શિવકુમારે પોતાના પર લાગેલ આવકથી વધુ સંપત્તિના કથિત મામલામાં CBI તરફથી કરવામા આવેલા કેસને રદ્દ કરવાની માંગ કરી.માનવામા આવી રહ્યુ છે કે શિવકુમારે આ મામલે ભ્રષ્ટાચાર રોકથામ અધિનિયમ હેઠળ નોંધાયેલ ફરિયાદ સામે આપત્તિ દર્શાવી હતી.અને આ બાબતે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ પ્રકારની તપાસને બંધ કરવા માંગ કરી હતી.જોકે સુપ્રીમ કાર્ટે તેમની આ અરજી ફગાવી દીધી હતી.
ઉલ્લેખનિય છે કે શુવકુમારે આ પહેલા કર્ણાટક હાઈકોર્ટમાં CBI કેસ રદ્દ કરવા અરજી કરી હતી.ત્યારે કર્ણાટક હાઈકોર્ટ તરફથી રાહત મળી ન હતી.અને કોર્ટે આ મામલામાં CBI ને ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવા આદેશ કર્યો હતો.
આ મામલાને વિસ્તૃત રીતે જોઈએ તો CBI એ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર પર આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2013-થી લઈ 2018 વચ્ચે કોંગ્રેસ સરકારમા મંત્રી રહ્યા ત્યારે તેમની આવક કરતા સંપત્તિ વધુ જોવા મળી હતી.ત્યારે શુવકુમારે આ મામલે 2021 માં પડકાર આપ્યો હતો.
હવે જ્યારે સુપ્રીમ કોર્ટે જ્યારે અરજી ફગાવી દીધી છે ત્યારે શિવકુમારની મુશ્કેલી વધી શકે છે.કારણ કે કર્ણાટક હાઈકોર્ટે તો તપાસ માટે CBI ને પહેલાથી જ આદેશ કર્યો છે.
SORCE : અમર ઉજાલા