હાઈલાઈટ્સ :
- જમ્મુ-કાશ્મીરમા ફરી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ
- ડોડા જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન બની આતંકી ઘટના
- અથડામણમાં સેના અધિકારી,પોલીસ જવાન,ત્રણ સૈનિક શહીદ
- આતંકી હુમલામા પાંચ જવાનોની શહાદતથી દેશમાં શોક સાથે રોષ
- રક્ષામંત્રી રાજનાથસિંહે શહીદો પ્રત્યો સંવેદના સાથે શ્રદ્ધાંજલિ પાઠવી
- રક્ષામંત્રી રાજનાથસિંહે સેના અધિકારી સાથે વાત કરી વિગતો મેળવી
- J&K ના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની શહીદ પરિનજનો પ્રત્યે સંવેદના
- J&K ના ડોડા વિસ્તારમાં એક મહિનામા પાચમી આતંકી ઘટના બનીજમ્મુ-કાશ્મીરમા વધુ એકવાર સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ જેમાં સેના અધિકારી,SOG પોલીસમેન તેમજ સેનાના ત્રણ જવાનો સહિત આપણાં પાંચ જવાનો શહિત થયા છે.
- જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે સાથે અથડામણ સર્જાઈ હતી.જેમાં ફાયરિંગમાં સેનાના અધિકારી,SOG પોલીસ મેન તેમજ સેનાના ત્રણ જવાનો સહિત કુલ પાંચ જવાનો શહીદ થયા છે.નોંધનિય છે કે રાષ્ટ્રીય રાઈફલ તેમજ પોલીસના વિશેષ દળ એટલે SOG જવાનોે સોમવારે મોડી રાત્રે ડોડા જિલ્લામાં ડોડાથી અંદાજીત 50 કીલોમીટર દૂર દેસા વનક્ષેત્રમા એક સંયુક્ત તપાસ અભિયાન એટલે કે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
– સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ
તે સમયે અચાનક છૂપાયેલા આતંકીઓએ ગોળીબાર શરૂ કરી ભાગવા પ્રયાસ કર્યો હતો.તેમનો પીછો કરતા અને અથડામણ સર્જાઈ જેમાં સેનાના એક અધિકારી તેમજ સેનાના પાંચ જવાનો ઘાયલ થયા હતા.તેમને સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.જોકે સાારવાર દરમિયાન એક સેના અધિકારી,એક SOG પાલીસમેન તેમજ સેનાના ત્રણ જવાનો સહિત પાંચ લોકોના મૃત્યુ થયા હતા.આમ આ ઘટનામાં કુલ પાંચ જવોનો શહીદ થયા છે.
– ઘટના બાદ વિસ્તારમાં સઘન ચર્ચ ઓપરેશન
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ અભિયાન ચાલી રહ્યુ છે. અને વધારાના સુરક્ષાદળો પણ મોકલવામા આવ્યા છે.અને આતંકીઓને શોધવા સર્ચ ઓપરાશન હાથ ધરાયુ છે.ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં કેટલાક સ્થળો પર આતંકી હુમલાઓને લઈ સમગ્ર વિસ્તાર હાઈ એલર્ટ પર છે.ત્યારે સેનાએ સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવી છે.અને સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે હાલમાં જ 14 જુલાઈના રોજ કુપવાડા વિસ્તારમાં નિયંત્રણ રેખા પાર કરી ઘુસણખોરીનો પ્રયાસ કરતા ત્રણ આતંકીઓને ઠાર મારી આપણા જવાનોએ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યુ હતુ.
– ડોડામા એક મહિનામા પાંચમી આતંકી ઘટના
અત્રે ઉલ્લેખ છે કે આ ડોડા જિલ્લામાં ગત એક મહિનામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણની આ પાંચમી ઘટના છે.આ પહેલા 9 જુલાઈના રોજ એન્કાઉન્ટર થયુ.તો અગાઉ 26 જુને આતંકી હુમલો થયો, 11 અને 12 જુને બે હુમલા થયા હતા.પછલા મહિને 11 જુને આતંકીઓએ ડોડા જિલ્લાના ભદ્રાવાહ અને પઠાનકોટ માર્ગ પર 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની જોઈન્ટ ચેકપોસ્ટ પર ફાયરિગ કરાયુ જેમા પણ સેનાના પાંચ જવાન અને એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા.તો ડોડાના કોટા ટોપમા 12 જુનના રોજ એક આતંકી હુમલો થયો જેમા પણ એક SOG પાલીસ જવાન ઘાયલ થયા હતા
– કઠુઆમાં પણ જવાનો પર થયો હતો આતંકી હુમલો
ડોડા ઉપરાંત કઠુઆ ક્ષેત્રમા પણ આતંકીઓએ જવાનોના કાફલા પર હુમલો કર્યો હતો.ગત 8 જુલાઈના રોજ ઘાત લગાવીને આતંકીઓએ સેનાના જવાનોની ટ્રકો પર હુમલો કર્યો હતો.જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર એઠલે કે JCO સહિત 5 જવાનો શહીદ થયા હતા.આ ટ્રકોમાં કુલ 12 જવાનો સવાર હતા અને આતંકીઓએ પહેલા ગ્રેનાડ ફેંક્યા અને પછી ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ.આ આતંકી હુમલાની ઘટનાથી દેશભરમા એરેરાટી વ્યાપી હતી.
– આતંકવાદી ઘટનાઓ ક્યારે બની?
– 11 ઓગસ્ટ 2022ના રોજ રાજૌરીના દારહાલની ઘટનામાં 5 જવાન શહીદ
– 20 એપ્રિલ 2023 મેંધરમાં હુમલો 5 જવાન શહીદ.
– 5 મે 2023કાંડીમાં બ્લાસ્ટ,5 પેરાકમાન્ડો જવાનો શહીદ
– 22 નવેમ્બર 2023 રાજૌરીના ધર્મશાલમાં આતંકવાદી ઘટનામાં 5 જવાનો શહીદ.
– 21 ડિસેમ્બર 2023 પૂંચમાં આતંકી હુમલામાં એક જવાન શહીદ.
– 28 એપ્રિલ 2024 ઉધમપુરમાં આતંકી હુમલો થયો હતો, જેમાં 1 જવાન શહીદ થયો હતો.
– 4 મે, 2024 પૂંચના સુરનકોટની ઘટનામાં એક અધિકારી શહીદ
– 9 જૂન વૈષ્ણો દેવી પાસે પેસેન્જર બસ પર હુમલો કરવામાં આવ્યો.
– 11 જૂન 2024ના રોજ કઠુઆમાં એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ
– 12 જૂને ડોડામાં આર્મીના કામચલાઉ ઓપરેટિંગ બેઝ પર હુમલો,બે જવાન ઘાયલ
– 26 જુન ડોડામાં 3 આતંકીઓ માર્યા ગયા અને એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ
– 8 જુલાઈ,2024ના રોજ કઠુઆમાં આતંકી હુમલો,જેમાં 5 જવાનો શહીદ થયાૉ
– એરેરાટી ભરી ઘટના બાદ દેશમાં પીડા સાથે રોષ
જમ્મુ-કાશ્મીરમાં સતત બનતી આતંકી હુમલાની ઘટનાને લઈ દેશભમાં લોકો પીડા સાથે રોષની લાગણી અનુભવી રહ્યા છે.તો જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ડોડા જિલ્લામા આતંકીઓ સાથેની અથડામણમા શહિદ થયેલાના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.તેમણે કહ્યુ કે આપણા વીર સૈનિકાની શહાદતનો બદલો અવશ્ય લઈશુ તેમનુ બલીદાન એળે નહી જાય.
– રક્ષામંત્રી રાજનાથસિંહે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી
તો આ તરફ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું,કે “ઉરાર બાગી, ડોડા જમ્મુ અને કાશ્મીર ખાતે આતંકવાદ વિરોધી ઓપરેશનમાં આપણા બહાદુર અને બહાદુર ભારતીય સેનાના જવાનોની શહાદતથી ખૂબ જ દુઃખ થયું છે.શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે.રાષ્ટ્ર નુકસાન પર શોક વ્યક્ત કરે છે.અમારા સ્નેહીજનો.”ફરજની લાઇનમાં પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોના પરિવારો સાથે મક્કમતાથી ઊભા છીએ.આતંકવાદ વિરોધી કામગીરી ચાલુ છે અને અમારા સૈનિકો આતંકવાદને ખતમ કરવા અને પ્રદેશમાં શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે.”
તો વળી રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય આર્મી ચીફ સાથે વાત કરી,જેમણે તેમને જમીનની સ્થિતિ અને જમ્મુ અને કાશ્મીરના ડોડામાં ચાલી રહેલા ઓપરેશન વિશે જાણકારી આપી હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે.
SORCE : આજતક