હાઈલાઈટ્સ :
- નાણામંત્રી નિર્મલા સિતારમણ 23 જુલાઈએ રજૂ કરશે પૂર્ણ બજેટ
- નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ થશે
- પૂર્ણ બજેટ અને વચગાળાના બજેટ વચ્ચે શુ છે તફાવત ?
- વચગાળાનુ બજેટ ક્યારે રજૂ કરવાનું હોય તેની શુ છે વિશેષતા
- ક્યારે અને કોણે રજૂ કર્યુ હતુ આઝાદ ભારતનું પ્રથમ સામાન્ય બજેટ
- બજેટ એટલે નાણાકીય વર્ષની સંભવિત આવક-ખર્ચનો દસ્તાવેજ
- ભારત સરકારે બજેટ જરૂ કરવાની શરૂઆત 19 મી સદીમા કરી નાણામંત્રી નિર્મલા સિતારમણ 23 જુલાઈના રોજ દેશનું પૂર્ણ બજેટ રજૂ કરશે જે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ પણ હશે.નિર્મલા સિતારમણનુ આ બજેટ કેટલીક બાબાતે મહત્વનું પણ છે.ભારતીય સંવિધાનની કલમ 112 અન્વયે દરેક નાણાકીય વર્ષના શરૂઆતમા સરકારે પહેલા સંસદમાં કેન્દ્રીય અથવા વચગાળાનુ બજેટ પસાર કરવુ જરૂરી છે.
વચગાળાના બજેટની વાત કરીએ તો આ બજેટ ચૂંટણીના વર્ષમાં રજૂ કરવાનુ હોય છે અને હાલમાં જ યાજાયેલી વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીને લઈ નિર્મલા સિતારમણે આ વખતે ફેબ્રુઆરીમાં વર્ષ 2024-25 નું વચગાળાનુ બજેટ રજૂ કર્યુ હતુ..
બજેટ એટલે કોઈ પણ નાણાકીય વર્ષમાં થનાર સંભવિત આવક અને સંભવિત ખર્ચ એટલે કે જાવકથી જોડાયેલ એક દસ્તાવેજી પુરાવો છે.જે દર વર્ષે એપ્રિલથી શરૂ થઈ આગળના વર્ષ 31 માર્ચે સમાપ્ત થાય છે.ત્યારે ભારતીય સંસદીય પરંપરામાં બજેટ અંગે કેટલીક રસપ્રદ વાતો પર કરીએ એક નજર…..
– આઝાદ ભારતનું પહેલુ બજેટ
ભારત સરકાર તરફથી બજેટ જરૂ કરવાની શરૂઆત 19 મી સદીમા થઈ હતી.મહત્વનું છે કે આઝાદ ભારતનું પ્રથમ બજેટ 16 નવેમ્બર 1947 ના રોજ રજૂ થયુ હતુ.જે દેશના પ્રથમ નાણામંત્રી આર.કે.શનમખમ ચેટ્ટીએ સંસદમા રજૂ કર્યુ હતુ.આ બજેટની કુલ ધનરાશીના અંદાજે 46 ટકા એટલે લગભગ 92.74 કરોડ રૂપિયા રક્ષા સેવાઓ માટે નિર્ધારિત કર્યામ હતા.દેશમાં પહેલા બજેટને લગતુ છાપકામ અંગ્રેજી ભાષામાં થતુ હતુ પરંતુ વર્ષ 1955-56 થી અંગ્રેજી સાથે હિન્દી ભાષામાં પણ મુદ્રણ શરૂ થયુ હતુ.
દેશનું સૌથી પહેલુ બજેટ આજથી 163 વર્ષ પહેલા બ્રિટિશ શાસન સમયે રજૂ થયુ હતુ.જેને અર્થશાસ્ત્રી અને રાજનિતિજ્ઞ જેમ્સ વિલ્સને ઈસ્ટ ઈન્ડિય કંપની તરફથી બ્રિટિશ ક્રાઉન સમક્ષ રજૂ કર્યુ હતુ.જે 7 એપ્રિલ 1860 નો રોજ રજૂ થયુ હતુ.
માનવામા આવી રહ્યુ છે કે ભારતમાં બજેટની શરૂઆત પ્રો.પ્રશાંત ચંદ્ર મહાલનોબિસે કરી હતી.સ્વતંત્ર ભારતના બજેટની અવધારણા તેમણે જ તૈયાર કરી હતી.તેઓ એક વૈજ્ઞાનિક અને સાંખ્યવિદ્ હતા.તેઓ ભારતના યોજના આયોગના સદસ્ય પણ રહી ચૂક્યા છે.આર્થિક તેમજ સાખ્યિક વિકાસના ક્ષેત્રમાં પ્રશાંત ચન્દ્ર મહાલનોબિસનુ વિશેષ યોગદાના સન્માનમાં 29 જૂનને સાખ્યિકિ દિવસના રૂપમાં મનાવવામા આવે છે.
– વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરૂએ પણ બજેટ રજૂ કરેલુ
સામાન્ય રીતે તો દેશના નાણામંત્રી વાર્ષિક બજેટ રજૂ કરતા હોય છે.પરંતુ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ વર્ષ 1958-59 નું બજેટ રજૂ બતૌર વડાપ્રધાન તરીકે રજૂ કર્યુ હતુ.આ સિવાય વર્ષ 1970-71 નુ બજેટ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પણ બજેટ રજૂ કર્યુ હતુ.દેશનું બજેટ રજૂ કરનાર તેઓ પ્રથમ મહિલા હતા.તેમના પુત્ર રાજીવ ગાંધીએ પણ વર્ષ 1987-88 નુ નાણાકીય બજેટ રજૂ કર્યુ હતુ.
– શુ છે બજેટ સેરેમનિ
જ્યારેબજેટનુ છાપકામ પૂર્ણ થઈ જાય એટલે તેને સિલબંધ કરવામા આવતુ હોય છે.તે દરમિયાન નાણા મંત્રાલય તેના કર્મચારીઓ માટે એક ખાસ સેરેમનિ સામેલ કરવામા આવી.જેમાં કંઈક મીઠુ મોં કરવાની પરંપરા છે જેને હલવા સેરેમનિ કહેવામાં આવે છે.આ સેરેમનિમાં માટે મોટા વાસણમાં હલવો તૈયાર કરવામા આવે છે.અને નાણાંમંત્રી પોતે બજેટ પહેલા બજેટથી જોડાયેલા કર્મચારીઓને હલવો પીરસે છે,જોકે વર્ષ 2020મા કોરોના સમયે આ પરંપરા પર એક વર્ષ માટે બ્રેક લાગી હતી.
– સંયુક્ત રેલ બજેટ અને સામાન્ય બજેટની શરૂઆત
પહેલા સંસદમાં બે બજેટ રજૂ કરવામા આવતા હતા જેમા એક રેલ બજેટ અને બીજુ સામાન્ય બજેટ નો સમાવેશ થતો.જોકે ભારત સરકારે 21 સપ્ટેમ્બર 2016ના રોજ સામાન્ય બજેટ સાથે રેલ બજેટનો વિલય કરવા મંજૂરી આપવામાં આવી અને 1લી ફેબ્રુઆરી 2017 ના રોજ દેશનું સંયુકત બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યુ નોંધનિય છે કે રેલવે માટે અલગ બજેટની પરંપરા દેશમાં વર્ષ 1924 થી શરૂ થઈ હતી.
– પેપરલેસ ડિજીટલ બજેટ
વર્ષ 2021 માં બજેટ માટે એક મહત્વનો બદલાવ કરવામાં આવ્યો અને દેશમાં પહેલીવાર પેપર લેસ ડિજીટલ બજેટ લાવવામાં આવ્યુ.જેની તમામ પ્રતનુ ડિજીટાઈઝેશન કરી સ્ટોર કરવામાં આવ્યુ અને ત્યારબાદ વર્ષ 2022 મા પણ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ.જે મહિલા નાણામંત્રી તરીકે નિર્મલા સિતારમણે રજૂ કર્યુ હતુ.તો વળી 2021મા નિર્મલા સિતારમણે સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યુ જે 2 કલાક અને 40 મિનિટનુ હતુ.
તો મિત્રો આ હતી બજેટને લઈ કેટલીક અવ નવી વાતો અને હવે રાહ જેવાની રહી કે નાણામંત્રી નિર્મલા સિતારમણની ડીજીટલ પીટારામાં 23 જુલાઈએ લોકો માટે કેવી ભેટ સોગાદ નિકળે છે.નિર્મલા સિતારમણ લોકોની આશાઓ અને અપેક્ષાઓ પર કેટલા ખરા ઉતરે છે તેના પર પણ સૌની નજર છે.
SORCE : અમર ઉજાલા