ચાંદીપુરાના 29 કેસમાંથી 26 ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 2 રાજસ્થાન અને એક મધ્યપ્રદેશમાંથી મળી આવ્યા હતા. જ્યારે મૃત્યુની વાત કરીએ તો ગુજરાતમાં 15માંથી 13 મૃત્યુ થયા છે.
હાઈલાઈટ્સ :
- ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર
- ચાંદીપુરા વાયરસના 29 શંકાસ્પદ કેસ નોંધાયા
- ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 26 શંકાસ્પદ કેસ
- સૌથી વધુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 4-4 કેસ નોંધાયાં
- મોરબીમાં 3,મહેસાણા અને રાજકોટમાં 2-2 કેસ નોંધાયાં
- પંચમહાલ અને જામનગરમાં 2-2 કેસ નોંધાયાં
- મહીસાગર ,ખેડા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયાં
- રાજસ્થાનમાં 2 કેસ અને મધ્યપ્રદેશમાં 1 કેસ નોંધાયાં
- ચાંદીપુરા વાયરસના કારણે 15ના મોત થયા
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. અહીં અરવલી જિલ્લાના મોટા કંથારિયા ગામમાં ચાંદીપુરા વાયરસને કારણે ચાર વર્ષની બાળકીનું મોત થયું છે. પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટમાંથી આ માહિતી સામે આવી છે. દેશમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 29 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 15 દર્દીઓના મોત થયા છે.
આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 15 બાળકોના મોત થયા છે. આમાંથી એકનું મૃત્યુ ચાંદીપુરા વાયરસથી થયું હોવાની પુષ્ટિ થઈ છે. બધા કિસ્સાઓમાં લક્ષણો સમાન છે. તેથી તમામ મૃત્યુ ચાંદીપુરા વાયરસના કારણે થયા હોવાની શક્યતા છે.
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરાના 29 કેસમાંથી 26 ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 2 રાજસ્થાન અને એક મધ્યપ્રદેશમાંથી મળી આવ્યા હતા. જ્યારે મૃત્યુની વાત કરીએ તો ગુજરાતમાં 15માંથી 13 મૃત્યુ થયા છે. જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક-એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં ગુજરાતના સાબરકાંઠા, અરવલી, મહિસાગર, ખેડા, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, જામનગર અને મોરબી જિલ્લામાંથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે.
ચાંદીપુરા વાયરસ તાવનું કારણ બને છે. તેના લક્ષણો ફલૂ જેવા છે અને તે તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) નું કારણ બને છે. આ વાયરસ વેસિક્યુલોવાયરસ જીનસનો સભ્ય છે. તે મચ્છર અને રેતીની માખીઓ જેવા જંતુઓ દ્વારા ફેલાય છે. આ વાયરસ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. 2003-2004માં આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં મૃત્યુદર 56-75 ટકા જોવા મળ્યો હતો.
ચાંદીપુરા નામ કેવી રીતે પડ્યું?
આ વાયરસની ઓળખ સૌપ્રથમ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં થઈ હતી. આવી સ્થિતિમાં આ વાયરસ ચાંદીપુરા તરીકે ઓળખાવા લાગ્યો. મોટેભાગે 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો આ વાયરસથી પ્રભાવિત થાય છે. આ વાયરસ મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં ફેલાય છે. તેના મુખ્ય લક્ષણો તાવ, ઉલ્ટી, ઝાડા અને માથાનો દુખાવો છે.