Monday, July 7, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાની 17 સાઇટોનું ખાતમૂહુર્ત,શ્રમિક બસેરા યોજનાના પોર્ટલન પણ લોન્ચિંગ કરાયુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાની 17 સાઇટોનું ખાતમૂહુર્ત કારવામા આવ્યુ તો સાથે જ શ્રમિક બસેરા યોજનાના પોર્ટલન પણ લોન્ચિંગ કરાયુ હતુ.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jul 18, 2024, 05:56 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાની સાઇટોનું ખાતમૂહુર્ત
  • મુખ્યમંત્રીના હસ્તે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલન પણ લોન્ચિંગ કરાયુ
  • શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિ
  • શ્રમિકોના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ લાવવાની રાજ્ય સરકારની નેમ
  • પરસેવો પાડનારા પાયાના શ્રમિકોનું સર્વગ્રાહી કલ્યાણ એ સરકારોનું દાયિત્વ
  • અમદાવાદ,ગાંધીનગર,વડોદરા,રાજકોટના શ્રમિક બસેરાનું અમદાવાદમાં ભૂમિભૂજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજનાની 17 સાઇટોનું ખાતમૂહુર્ત કારવામા આવ્યુ તો સાથે જ શ્રમિક બસેરા યોજનાના પોર્ટલન પણ લોન્ચિંગ કરાયુ હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય,આવશ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે અને આર્થિક આધાર ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ લાવવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે.આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે,દેશના વિકાસ અને પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડનારા પાયાના શ્રમિકોનું સર્વગ્રાહી કલ્યાણ એ સરકારોનું દાયિત્વ છે.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર,વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું અમદાવાદમાં ભૂમિભૂજન કરતા સંબોધી રહ્યા હતા.આ શ્રમિક બસેરા તૈયાર થતાં અંદાજે 15 હજારથી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે.આગામી ત્રણ વર્ષમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ-શ્રમિક બસેરા ઉભા કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જગતપુર ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું ભૂમિપૂજન શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું હતું. તેમણે આ અવસરે જણાવ્યું કે,મોટા બિલ્ડીંગ,ઈમારત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો માટે જરૂરી ફેક્ટરીઝ એમ દરેક નિર્માણને પોતાના પરસેવાથી સિંચતા બાંધકામ શ્રમિકોને પોતાનું આશ્રય સ્થાન મળે તેની ચિંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે.પંડિત દીન દયાળ ઉપાધ્યાયના ‘હર હાથ કો કામ, હર હાથ કા સન્માન’ના મંત્રને સાકાર કરતાં ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના આવા બાંધકામ શ્રમિકોને મૂળભૂત સુવિધાઓ સાથે કામચાલાઉ આવાસ શ્રમિક બસેરાથી મળશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,બાંધકામ શ્રમિકોને આવાસ સાથે આહાર મળે તે માટે વડાપ્રધાનનના દિશાદર્શનમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે.આવા શ્રમિકોને માત્ર પાંચ રૂપિયાના રાહત દરે રાજ્યભરમાં 290 થી વધુ શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર પરથી ગરમ અને પૌષ્ટિક ભોજન અપાય છે. અત્યાર સુધીમાં 2 કરોડ 54 લાખ ભોજન વિતરણ થયું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શ્રમિક 60 વર્ષની વયે પહોંચે અને વયના કારણે કામકાજ કરવા શક્તિમાન ન રહે તો પણ તેના નિર્વાહ માટે દર મહિને 3000 રૂપિયા જેટલી પેન્શન રકમ પી.એમ. શ્રમયોગી માન ધન યોજના અન્વયે મળે છે.રાજ્યમાં ત્રણ લાખથી વધુ શ્રમિકોને આ યોજનાઓનું કવચ મળેલું છે.તેમણે આ અવસરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓના મળીને 28 લાભાર્થીઓને 6.80 લાખ રૂપિયાની સહાયનું વિતરણ પણ કર્યું હતું. શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક શ્રમિકની ચિંતા કરી છે.જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર શ્રમિકોની સુવિધાઓમાં સતત વધારો કરી રહી છે. સરકારની આ કાર્યપ્રણાલીને આગળ વધારતા આજે ૧૭ સાઈટ પર હંગામી આવાસના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.જણાવ્યું કે, શ્રમિકોના અન્ન, આરોગ્ય અને આહારની ચિંતા કરતી રાજ્ય સરકારનું આગામી સમયમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ વધુ ૧૦૦ કેન્દ્રો ખોલવાનું આયોજન તેમણે કહ્યુ કે ઉદ્યોગ માટે સર્વ પ્રકારે અનુરૂપ વાતાવરણથી વિદેશી રોકાણ અને રોજગાર ક્ષેત્રમાં ગુજરાત દેશમાં મોખરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો તથા તેઓના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે, લાભાર્થી શ્રમિકના 06 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે કોઇ ભાડું લેવામાં આવશે નહીં. આગામી 3 વર્ષમાં 3 લાખ જેટલા શ્રમિકો માટે આવાસ સુવિધા ઊભી કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. યોજના અંતર્ગત શ્રમિકોને કડિયાનાકાના એક કિમી જેટલા વિસ્તારમાં રહેઠાણ પૂરા પાડવામાં આવશે.આવસોમાં પાણી,રસોડું,વીજળી,પંખા,સ્ટ્રીટ લાઈટ,સિક્યોરિટી, મેડિકલ ફેસિલિટી,ઘોડિયાઘર સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે,એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક બસેરા યોજનાના માધ્યમથી અંદાજે કુલ 15000 બાંધકામ શ્રમિકોને યોજનાનો લાભ મળવાનો અંદાજ છે.શ્રમિક બસેરા યોજનાના લોન્ચ કરવામાં આવેલા પોર્ટલ દ્વારા સમગ્ર યોજનાનો પારદર્શી વહીવટ કરવામાં આવશે.આ પોર્ટલના માધ્યમથી કેન્દ્રિયકૃત રીતે શ્રમિકોને આવાસની જગ્યાની ફાળવણી કરવામાં આવશે.

SORCE :

Tags: BALAVANTSINH RAJPUTCM BHUPENDRA PATELGOVERMMENT OF GUJARATGujaratSHRAMIK AVASSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક
આંતરરાષ્ટ્રીય

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

Latest News

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો અને સંદેશ દેશના યુવાઓ માટે ઉત્થાનનના પથદર્શક

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.