હાઈલાઈટ્સ :
- શેર બજારે આજે ફરી એકવાર ઐતિહાસિક સપાટી હાંસલ કરી
- ભારતીય શેર બજારમા શરૂઆતી ઘટાડા બાદ ભારે ઉછાળો
- નિચલા સ્તરેથી ભારે ઉછાળા સાથે સેન્સેક્સે ઈતિહાસ રચ્યો
- સેન્સેક્સ 81,000 ને પાર,તો નિફ્ટિ પણ 24,700ની સપોટીએ
- IT -બેંકિગ ક્ષેત્રમા ભારે ખરીદારીને લઈ બજારમા આગ ઝરતી તેજી
- BSE સેન્સેક્સ પ્રથમવાર 81,343ના સ્તરે,નિફ્ટી 24,800 પર બંધ
- નિષ્ણાંતોએ બજારની આગ ઝરતી તેજીને આગામી બજેટ સાથે જોડી
આજે ગુરૂવારે શેરબજાર વધારા સાથે બંધ રહ્યું છે.BSE નો સેન્સેક્સ 626 પોઇન્ટના વધારા સાથે 81,343 પર બંધ રહ્યો હતો જ્યારે NSE નો નિફ્ટી સૂચકઆંક 187 પોઇન્ટના વધારા સાથે 24,800 પર બંધ રહ્યો હતો.નિફ્ટી 223 પોઇન્ટના વધારા સાથે 52,620 પર બંધ રહ્યો હતો.નિફ્ટી મિડકેપ-100 પણ 552 પોઇન્ટના ઘટાડા સાથે 57,111 પર બંધ રહ્યો હતો. ઇન્ડિયા સિમેન્ટ, LTIમાઇન્ડટ્રી,મણપ્પુરમ ફાઇનાન્સ, TCS અને બિરલાસોફ્ટ ટોચના ગેઇનર્સ રહ્યા હતા.
ભારતીય શેર બજારમા આજે ગુરૂવારે શરૂઆતની નિચલા સ્તરથી ભારે રિકવરી જોવા મળી હતી.અને IT, બેંકિગ સહિતના સ્ટોકમાં જોરદાર ખરીદારીને લઈ શેર બજારે આજે ફરી એકવાર ઐતિહાસિક સપાટી હાંસલ કરી અને સેન્સેક્સ 81,000ની ઐતિહાસિક સપાટીને પાર કરી ગયો તે નિફ્ટિ પણ ઓલ ટાઈમ હાઈ લેવલે પહોંચ્યો.
BSE સેન્સેક્સે આજે ગુરૂવારે ફરી એકવાર ઈતિહાસ રચી દીધો અને પહેલી વાર સેન્સેક્સે 81,000 ના લેવલને પાર કર્યુ હતુ.જોકે સવારે બજારની શરૂઆતમાં 200 પોઈન્ટે ખુલ્યો અને બાદમા 326 અંકોનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.પરંતુ IT તેમજ બેંકીંગ ક્ષેત્રમા ભારે ખરીદારીને પગલે નિચલા સ્તરથી છલાંગ લગાવી સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈના લેવલને પાર કરી ગયો હતો.
ખરીદારી વધતા સેન્સેકસમાં 810 પોઈન્ટનો જોરદાર ઉછાળો આવ્યો અને તે 81,203 ના અંકે પહોંચ્યો હતો.તો નિફ્ટિ પણ 24,700 નું લેવલ પાર કરીને 24,746 થી વધુ ની સપાટીએ જોવા મળ્યો હતો.નિફ્ટિમાં પણ 234 અંકોની રિકવરી જોવા મળી હતી.
અંતે BSE નો સેન્સેક્સ 626 પોઇન્ટના વધારા સાથે 81,343 પર બંધ રહ્યો હતો જ્યારે NSE નો નિફ્ટી સૂચકઆંક 187 પોઇન્ટના વધારા સાથે 24,800 પર બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક 223 પોઇન્ટના વધારા સાથે 52,620 પર બંધ રહ્યો હતો.નિફ્ટી મિડકેપ-100 પણ 552 પોઇન્ટના ઘટાડા સાથે 57,111 પર બંધ રહ્યો હતો.
ભારતીય શેર બજારમા પરત આવેલી આ પ્રકારની આગ ઝરતી તેજીને આગામી 23 જુલાઈના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટ સાથે પણ જોડવામાં આવી રહી છે.
SORCE : ABP ન્યૂઝ , અમર ઉજાલા