હાઈલાઈટ્સ :
- શ્રાવણ એટલે હિન્દુઓ માટે અતિ પવિત્ર મહિનો
- સમગ્ર માસ દરમ્યાન થાય છે ભોળાનાથની ભક્તિ
- ઉત્તર ભારતમા 22 જુલાઈથી શ્રાવણનો થશે પ્રારંભ
- ઉત્તરપ્રદેશમા કાવવયાત્રાનુ રહેલુ સવિશેષ મહાત્મય
- કાવડીયાઓ ગંગાજળ લેવા હરિદ્વાર માટે થશે રવાના
- કાવડયાત્રા પૂર્વે UPની યોગી સરકારનો મહત્વનો આદેશ
- દુકાનદાર કે ગાડી માલિકે નેમ પ્લેટ લગાવવી ફરજીયાત
- દુકાનદાર હોય કે ગાડી માલિકે ઓળખ સ્પષ્ટ કરવા આદેશ
- આદેશથી કટ્ટ્રપંથી મુસેલીમોને વાંધો,VHP એ આવકાર્યો
શ્રાવણ માસ એટલે હિન્દુઓ માટે અતિ પવિત્ર માસ ગણાય છે આ મહિનામાં સનાતની હિન્દુઓના સૌથી મોટા દેવ મનાતા દેવાધિદેવ મહાદેવની ભક્તિ કરવાનો મહિનો છે.અને એટલે જ હિન્દુઓ આ મહિનામાં મંત્ર-જાપ-સતકર્મ-ઉપવાસ તેમજ દાન-પુણ્ય કરી જીવનને બને તેચવ પવિત્ર બનાવે છે.તો ઉત્તર ભારતમા તો આ મહિનાનું વધુ મહત્વ છે.તેમાં પણ શ્રાવણ માસમા કાવડ યાત્રાનુ સવિશેષ મહાત્મય રહેલુ છે.
આગામી 22 જુલાઈથી ખાસ કરીને ઉત્તર ભારતમા અને તેમાં પણ ઉત્તર પ્રદેશમાં શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે.તો શ્રાવણના પ્રથમ દિવસથી જ કાવડ યાત્રા પણ શરૂ થાય છે.જેમાં કાવડીયાઓ ગંગાજળ લેવા હરિદ્વાર જવા પ્રસ્થાન કરશે.અને પવિત્ર ગંગાજળ લાવી ભગવાન શિવજીનો અભિષેક કરશે.
આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારે ખાસ તો દુકાનદારો માટે એક મહત્વનો આદેશ જાહેર કર્યો છે.જેમાં કહેવાયુ છે કે ઘનશ્યામ હોય કે ઈમરાન પણ તમામ દુકાનો અને ગાડીઓ પર તેમની ઓળખ સ્પષ્ટ કરવી પડશે.તેમાં દુકાન કે ગાડી પર નેમ પ્લેટ મુકી તેના પણ સંપૂર્ણ વિગત લખવી જેથી દુકાનદાર કે ગાડી માલિકની ઓળખ સ્પષ્ટ થાય.આમ કરવાથી કાવડ યાત્રીઓ જાણી શકે કે તેઓ કઈ અને કોની દુકાનથી સામાન ખરીદી રહ્યા છે,કારણકે આ સમય દરમિયાન તેમને ખૂબ પવિત્રતા રાખવાની હોય છે.
મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ અનુસાર UP પાલીસે આદેશની અમલવારી શરૂ કરતા વિવિધ શહેરોની તસવિરો બદલાઈ છે.પોલીસ અને સરકારની દલીલ છે કે આ યાત્રી દરમિયાન કાવડીયાઓ આહાર-વિહાર-આચારમાં પવિત્રતા રાખવા ખાસ કરીને જમવામાં અમુક પ્રકારના ખોરાકને ટાળે છે.જોકે અગાઉ એવી ઘટનાઓ સામે આવી છે જેમા ખાણી-પાણીમા ચીજ-વસ્તુઓના વેચાણ કરનારદુકાનદારો ભળતા નામ રાખી કાવડયાત્રીકો માટે અસમંજસની સ્થિતિ ઉભી કરે છે.અને તેથી કાયદો-વ્યવસ્થા ખોરવાઈ શકે છે.આ બાબતને રોકવા અને શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાને રાખી કાવડ યાત્રા માર્ગ પર આવતી હોટેલ,ઢાબા અને ખાદ્યપદાર્થ વેચનાર દુકાનદારોએ સ્વેચ્છાએ પોતાની ઓળખ જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે.
જોકે સરકારના આ આદેશને લઈ રાજ્યમા ભારે વિવાદ પણ સર્જાયો છે.જેમા ખાસ તો વિપક્ષ અને ખાત કરીને કટ્ટ્રપંથી મુસ્લીમો આ આદેશથી ભડકી ઉઠ્યા જેમાં AIMIM એટલે કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદૂલ મુસલીમ ના પ્રમુખ અસદુદ્દિન ઓવૈસીએ આ આદેશનો જોરદાર વિરોધ કર્યો છે.તેમણે સરકારના આ આદેશને સંપૂર્ણપણે ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે.તેમણે આક્ષેપ કર્યો કે ઉત્તર પ્રદેશ સહિત મસગ્ર દેશમાં મુલ્સીનમોને દ્વીતીય વર્ગના નાગરિક માનવામા આવે છે.અને આવા આદેશથી તેમની લાગણીને ઠેસ પહોંચે છે.
જોકે વિશ્વહિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો અને કાવડયાત્રીઓએ સરકારના આ આદેશનુ સ્વાગત કર્યુ છે. ‘હિન્દુ સંગઠનોનો આરોપ છે કે કેટલાક દુકાનદારો નામ બદલીને અને પોતાની ઓળખ છુપાવીને દુકાનો ચલાવે છે.આનાથી કાવડીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે.આ અંગે પોલીસમાં ફરિયાદ આવતાં તપાસ બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો.
કમનસીબી એ છે કે એક સામાન્ય પ્રક્રિયાને ભેદભાવપૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે, જે કાયદાકીય અને નૈતિક બંને રીતે ફરજિયાત છે અને તેથી વાસ્તવિક ભેદભાવને હલાલ વગેરે જેવી પ્રક્રિયાઓ દ્વારા છુપાવવામાં આવે છે, જેમાં બિન-મુસ્લિમોને લગભગ વ્યવસાયમાંથી બાકાત રાખવામાં આવે છે. અથવા તેમના નિયમો અનુસાર જ વેપાર કરવાની છૂટ છે.
SORCE : આજતક – પાંચજન્ય