મનોજ સોનીએ તેમનો કાર્યકાળ પૂરો થવાના 5 વર્ષ પહેલા રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે UPSC અધ્યક્ષે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે.
હાઈલાઈટ્સ
- UPSCના ચેરમેન મનોજ સોનીએ આપ્યુ રાજીનામું
- કાર્યકાળ પૂરો થવાના 5 વર્ષ પહેલા આપ્યું રાજીનામું
- UPSC અધ્યક્ષે અંગત કારણોસર રાજીનામું આપ્યું
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPACના અધ્યક્ષ મનોજ સોનીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે તેમણે 16 મે 2023 ના રોજ UPSC અધ્યક્ષ તરીકે શપથ લીધા હતા અને તેમનો કાર્યકાળ 2029 માં પૂર્ણ થવાનો હતો. પરંતુ તેમણે તેમનો કાર્યકાળ પૂરો થવાના 5 વર્ષ પહેલા રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે UPSC અધ્યક્ષે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે.
UPSC અધ્યક્ષનું આ રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે તાલીમાર્થી IAS પૂજા ખેડકરને લઈને વિવાદ ચર્ચામાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મનોજ સોનીએ લગભગ એક મહિના પહેલા રાજીનામું આપી દીધું હતું. તેમનું રાજીનામું સ્વીકારવામાં આવશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. એવું માનવામાં આવે છે કે મનોજ સોનીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું છે. જોકે, સરકારે હજુ સુધી નવા પ્રમુખના નામની જાહેરાત કરી નથી