સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, તે પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.તમામ નેતાઓ હજાર રહ્યા.
હાઈલાઈટ્સ :
- સંસદના ચોમાસુ સત્રની આજે પહેલી બેઠક
- મોદી 3.0નું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે
- કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, કિરન રિજિજુ,જેપી નડ્ડા સહિત નેતાઓ હજાર રહ્યા
- સંસદનું ચોમાસુ સત્ર 22મી જુલાઈથી શરૂ થશે
- સંસદનું ચોમાસુ સત્ર 12મી ઓગસ્ટે સમાપ્ત થશે
- નાણામંત્રી સીતારમણ 23 જુલાઈએ બજેટ રજૂ કરશે
સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, તે પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.તમામ નેતાઓ આવવા લાગ્યા છે.સંસદનું ચોમાસુ સત્ર 22મી જુલાઈથી શરૂ થશે અને 12મી ઓગસ્ટે સમાપ્ત થશે.નાણામંત્રી સીતારમણ 23 જુલાઈએ બજેટ રજૂ કરશે.
કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, કિરન રિજિજુ,અર્જુન રામ મેઘવાલ, જેપી નડ્ડા અને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા હતા.કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, રામદાસ આઠવલે અને NCP નેતા પ્રફુલ્લ પટેલ સહિત ઘણા નેતાઓ સંસદમાં પહોંચ્યા છે. જોકે એનડીએ તરફથી જીતનરામ માંઝી અને જયંત ચૌધરી પહોંચ્યા ન હતા.
સંસદના ચોમાસુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.જેમાં કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગોઈ અને પ્રમોદ તિવારી ભાગ લેશે.સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે કોઈ સંઘર્ષ ન સર્જાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવશે.
આ સત્રના પહેલા દિવસે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે.નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સામાન્ય બજેટના એક દિવસ પહેલા સોમવારે આર્થિક સર્વે રજૂ કરશે,જેમાં રોજગાર, જીડીપી, ફુગાવાની સ્થિતિ સહિત આર્થિક મોરચે ભાવિ સંભાવનાઓ અને નીતિ પડકારોનો સંપૂર્ણ હિસાબ હશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. સત્ર દરમિયાન 19 બેઠકો થશે અને આ દરમિયાન સરકાર છ બિલ પસાર કરવા માંગે છે. આ સિવાય સરકાર જમ્મુ-કાશ્મીરના બજેટ પર સંસદની મંજૂરી પણ મેળવવા માંગે છે.