હાઈલાઈટ્સ :
- સંસદના બંનો ગૃહોમાં આજથી ચોમાસુ સત્રનો પ્રારંભ
- કાલે નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ રજૂ કરશે બજેટ
- નાણામંત્રી આજે સંસદમાં રજૂ કરશે દેશનુ આર્થિક સર્વેક્ષણ
- સંસદસત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મીડિયાને સંબોધન
- અમૃતકાળનું બજેટ પાંચ વર્ષ માટે દેશની દિશા નક્કી કરશે : PM
- તમામ સાંસદોને પક્ષથી ઉપર ઉઠી સહકાર આપવા વિનંતી : PM
સંસદમાં આજથી ચોમાસુ સત્ર શરૂ થયુ છે અને આજે નાણામંત્રા નિર્મલા સિતારમણ અર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરશે તે આવતી કાલે બજેટ રજૂ થશે જેના પર સમગ્ર દેશ અને દુનિયાની નજર રહેશે.પરંચુ તે પહેલા પાતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડિયાને સંબોધતા કેટલીક વાત કરી હતી.
– શ્રાવણ માસ અને પહેલા સોમવારની શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ દેશવાસિઓને પવિત્ર શ્રાવણ માસની શુભેચ્છાઓ આપતા કહ્યું,કે “આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે.આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે.હું દેશવાસીઓને શ્રવણના પહેલા સોમવારની શુભેચ્છા પાઠવું છું.સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે.આજે સમગ્ર દેશ તે સકારાત્મક સત્ર હોવું જોઈએ.
– NDA સરકારના ત્રીજા કાર્યકાળનુ પ્રથમ સત્ર
આ ઉપરાંત વડાપ્રધાનમોદીએ કહ્યું, “હું આને ભારતની લોકશાહીની ભવ્ય યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ તરીકે જોઉ છું.અંગત રીતે મારા માટે અને અમારા તમામ સાથીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે કે લગભગ 60 વર્ષ પછી કોઈક સરકાર ત્રીજી વખત ફરી આવી છે.સમય અને ત્રીજી ઇનિંગનું પ્રથમ બજેટ રજૂ કરે છે.”
– અમૃતકાળનું વિશેષ બજેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે “આપણે આવતીકાલે જે બજેટ રજૂ કરીશું તે અમૃતકાળનું મહત્વનું બજેટ છે. અમને પાંચ વર્ષનો અવસર મળ્યો છે,આ બજેટ આપણા પાંચ વર્ષની દિશા નક્કી કરશે આ બજેટ 2047 સુધીના વિકસિત ભારતના સપનાને સાકાર કરશે.. દરેક દેશવાસીઓ માટે એ ખૂબ જ ગર્વની વાત હશે કે ભારત મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસતો દેશ છે, આપણે છેલ્લા 3 વર્ષમાં સતત 8 ટકા વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યા છીએ.
– સાંસદોને વડાપ્રધાનની વિનંતી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “હું દેશના તમામ સાંસદોને વિનંતી કરવા માંગુ છું કે ગત જાન્યુઆરીથી અત્યાર સુધી આપણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.કેટલાકે રસ્તો બતાવવાનો પ્રયાસ કર્યો તો કેટલાકે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે તે તબક્કો છે.જનતાએ પોતાનો ચુકાદો આપ્યો છે,હું તમામ પક્ષોને પક્ષની લાઇનથી ઉપર ઉઠીને દેશને સમર્પિત કરવા અને આગામી 4.5 વર્ષ સુધી સંસદના આ પ્રતિષ્ઠિત મંચનો ઉપયોગ કરવા માંગુ છું, તમે ચૂંટણીના વર્ષમાં કોઈપણ રમત રમી શકો છો પરંતુ ત્યાં સુધી આપણે ખેડૂતો, યુવાનો અને દેશના સશક્તિકરણ માટે અમારો ભાગ ભજવવો જોઈએ.”
વડાપ્રધાને કહ્યું કે દેશવાસીઓએ અમને પાર્ટી માટે નહીં પણ દેશ માટે અહીં મોકલ્યા છે.આ ગૃહ પાર્ટી માટે નથી, દેશ માટે છે.મને વિશ્વાસ છે કે તમામ સાંસદોએ પૂરી તૈયારી સાથે ચર્ચાને સમૃદ્ધ બનાવવી જોઈએ,પછી ે ગમે તેટલા વિરોધી વિચારો હોય.દેશને નકારાત્મકતાની જરૂર નથી પરંતુ દેશને પ્રગતિની વિચારધારા સાથે આગળ વધારવાની જરૂર છે.
SORCE : આજતક