હાઈલાઈટ્સ :
- કાવડયાત્રા રૂટ પર દુકાનદારોને UP સરકારના આદેશ મામલો
- UP ની યોગી કરકારે આળખ ફરજીયાત કરવા કર્યો હતો આદેશ
- સરકારના આદેશ સામે સુપ્રીમ કોર્ટમા થઈ હતી જાહેર હિતની અરજી
- જાહેર હિતની અરજી મામલે સુપ્રીમ કાર્ટમા હાથ ધરાઈ સુનાવણી
- સુપ્રીમ કાર્ટે UP સરકારના આદેશ પર આપ્યો વચગાળાનો સ્ટે ઓર્ડર
- કાર્ટે કહ્યુ માત્ર ભોજનના પ્રકાર દર્શાવા પડશે માંસાહારી કે શાકાહારી
કાવડયાત્રા રૂટ પરની દુકાનો પરની દુકાનદારોએ ઓળખ માટે નેમ પ્લેટ લગાવવાના ઉત્તર પ્રદેશ સરકારના આદેશ સામની અરજી પર સુનાવણી કરતા સરકારના આદેશ પર વચગાળાનો સ્ટે આપ્યો જેની વધુ સુનાવણી 26 જુલાઈએ થશે.
કાવડ યાત્ર રૂટ પરની દુકાનો પર નેમ પ્લેટ લગાવી ઓળખ આપવાના ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના આદેશ સામે સુપ્રીમ કાર્ટમાં થયેલી અરજી મામલે આજે સોમવારે સુનાવણી કરતા કાર્ટે UP સરકારના આદેશ પર વચગાળાનો મનાઈ હુકમ લગાવ્યો છે.તો ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સરકારને આ મામલે નોટીસ પણ પાઠવી છે.તો આ મામલે વધુ સુનાવણી આગામી 26 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારે ખાસ તો દુકાનદારો માટે એક આદેશ જાહેર કર્યો હતો.જેમાં કહેવાયુ હતુ કે તમામ દુકાનો અને ગાડીઓ પર તેમની ઓળખ સ્પષ્ટ કરવી પડશે.તેમાં દુકાન કે ગાડી પર નેમ પ્લેટ મુકી તેના પણ સંપૂર્ણ વિગત લખવી જેથી દુકાનદાર કે ગાડી માલિકની ઓળખ સ્પષ્ટ થાય.આમ કરવાથી કાવડ યાત્રીઓ જાણી શકે કે તેઓ કઈ અને કોની દુકાનથી સામાન ખરીદી રહ્યા છે,કારણકે આ સમય દરમિયાન તેમને ખૂબ પવિત્રતા રાખવાની હોય છે.ત્યારબાદ ઉત્તરાખંડ તેમજ મધ્યપ્રદેશ સરકરોએ પણ આ પ્રકારનો આદેશ જારી કર્યો હતો.
જોકે ઉત્તર પ્રદેશ સરકાર સહિતની રાજ્ય સરકારોના આ પ્રકારના આદેશો સામે સુપ્રીમ કોર્ટમા એક અરજી કરવામાં આવી હતી જેમા આ પ્રકારના આદેશનો વિરોધ કરાયો હતો.નોંધનિય છે કે આ આદેશના શરૂઆત મુજફ્ફર નગરથી થઈ હતી.
સુપ્રીમ કાર્ટે કાવડયાત્રા નેમ પ્લેટ વિવાદ મામલે સોમવારે સુનાવણી કરતા તે આદેશ પર વચગાળાનો સ્ટે ઓર્ડર આપ્યો હતો જેમાં કાવડ યાત્રા રૂટ પર દુકાનદારોને પોતાની ઓળખ આપવા કહેવાયુ હતુ.કાર્ટે કહ્યુ કે દુકાનદારોને પોતાનુ નામ કે ઓળખ જાહેર કરવાની જરૂર નથી.જોકે સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યુ કે દુકાનદારોએ જમવાના પ્રકાર દર્શાવવા પડશે કે તેઓે શાકાહારી વ્ચાણ કરી રહ્યા છે કે પછી માંસાહારી ભોજન વેચાણ કરી રહ્યા છે.
SORCE : અમર ઉજાલા