હાઈલાઈટ્સ :
- આજે દેશનું વર્ષ 2024-25નુ યુનિયન બજેટ રજૂ થશે
- નાણામંત્રી નિર્મલા સિતારમણ ફરી રજૂ કરશે બજેટ
- નાણામંત્રી નિર્મલા સિતારમણનું સતત સાતમુ બજેટ
- નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ
- નાણામંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી
- નાણામંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
- ચૂંટણી બાદના બજેટથી લોકોની મોટી આશા અને અપેક્ષા
નરેન્દ્ર મોદીના વડપણ હેઠળી NDA સરકારના ત્રીજા કાર્યકાળનુ આજે મંગળવારે પ્રથમ બજેટ સંસદમાં રજૂ થવનુ છે.નાણામંત્રી નિર્મલા સિતારમણ વર્ષ 2024-25નું અને પોતાનું સાતમું બજેટ રજૂ કરશે જે પોતોનામા એક રેકોર્ડ હશે.તેઓ સતત સાતમી વખત બજેટ રજૂ કરીને પૂર્વ વડાપ્રધાન રહેલા મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે.
જોકે બજેટ રજૂ કરતા પહેલા પરંપરા મુજબ નાણામંત્રી નિર્મલા સિતારમણે ટેબ્લેટ બજેટ કોપી સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી.ત્યારે રાષ્ટ્રપતિ મુર્મૂએ તેમને દહીં-શક્કર ખવડાવી શુકન પાઠવ્યા હતા.તો વળી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી.તેઓએ પત્રકારો સમક્ષ ડિજીટલ બજેટ કોપી સાથે પોઝ પણ આપ્યો હતો.
નોંધનિય છે કે લોકસભા ચૂટણી પહેલા નાણામંત્રી નિર્મલા સિતારમણે વચગાળાનુ બજેટ રજૂ કર્યુ હતુ.અને હવે નવી સરકારની ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્લા છે ત્યારે દેશવાસિઓની અનેક આશા અને અપેક્ષાઓ હોય છે અને તેના પર ફોકસ રાખવામા નાણામંત્રી ખરા ઉતરશે કે કેમ તેના પર સૌની અને ખાસ કરીને અર્થશાસ્ત્રના નિષ્ણાંતોની નજર રહેશે.
ઉલ્લેખનિય છે આ બજેટમાં નાણામંત્રી કરદાતાઓને રાહત આપવા કર માળખામાં બદલાવ કરી શકે છે.તો શિક્ષણ,આરોગ્ય,સુરક્ષા,રોજગારી,મોંઘવારી,પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ વગેરે બાબતો કે જે સિધી લોકોને સ્પર્શે છે તેના પર પણ નાણાપ્રધાન નિર્મલા સિતારમણ ફોકસ કરશે તેવી ધારણા વ્યક્ત કરવામા આવી રહી છે.ત્યારે હવે નિર્મલાના ટેબ્લેટની પિટારામાથી કેવી રાહતની ધારા વહે છે તે જોવુ રહ્યુ.
SORCE : અમર ઉજાલા