Saturday, May 17, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

બજેટ 2024-25 : નાણામંત્રીએ ખોલ્યો દેશના સામાન્ય બજેટનો પિટારો,જાણો અંદાજપત્રની મહત્વની વાતો

નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની 3.O સરકારનું પ્રથમ બજેટ એટલે કે વર્ષ 2024-25નું સામાન્ય બજેટ લોકસભામાં રજૂ કર્યુ હતુ.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jul 23, 2024, 03:00 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હાઈલાઈટ્સ :

  • આજે દેશનુ વર્ષ 2024-25નુ 48 લાખ કરોડનુ બજેટ રજૂ
  • નાણામંત્રી નિર્મલા સિતારમણે લોકસભામાં રજૂ કર્યુ બજેટ
  • નાણામંત્રી નિર્મલા સિતારમણનું  સતત સાતમુ બજેટ
  • નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ
  • નિર્મલા સિતારમણના બજેટની નવ પ્રાથમિકતાઓ
  • નાણામંત્રી સિતારમણની નવા કર માળખાની જાહેરાત
  • દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે : નિર્મલા સિતારમણ
  • ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં છે : નિર્મલા સિતારમણ
  • બજેટમાં ગરીબો,મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ફોકસ
  • બજેટમાં રોજગાર અને કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરાયુ
  • બજેટમાં યુવાનો માટે 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ

નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની 3.O સરકારનું પ્રથમ બજેટ એટલે કે વર્ષ 2024-25નિ સામાન્ય બજેટ લોકસભામાં રજૂ કર્યુ હતુ.
બજેટ રજૂ કરતા પહેલા નિર્મલા સિતારમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી ત્યારે રાષ્ટ્રપતિજીએ તેમને દહી-શક્કરથી શુકન પાઠવ્યા હતા.બાદમા કેન્દ્રીય કેબિનેટે બજેટને ગ્રીન સિગ્નલ આપ્યા બાદ નાણામંત્રી નિર્મલા સિતારમણે વર્ષ 2024-25 માટે રૂપિયા 48 લાખ કરોડનુ બજેટ લોકસભા પટલ પર રજૂ કર્યુ હતુ.

બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યુ કે આપણા દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે તો વળી મોઘવારી દર પણ નિયંત્રણ હેઠળ છે.તેમણે કહ્યુ કે અમૃતકાળનુ આ બજેટમા ગરીબો,મહિલાઓ,યુવાઓ તેમજ ખેડૂતોને લક્ષ્યમાં રાખવામા આવ્યા છે.જેમાં યુવાઓ માટે બે લાખ કરોડ રૂપિ.ાની જોગવાઈ કરવામા આવી છે.

– નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણના મહત્વના મુદ્દા
– દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે
– ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં છે.
– આ બજેટ ગરીબો,મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ફોકસ કરે છે.
– બજેટમાં રોજગાર અને કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
– બજેટમાં યુવાનો માટે 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે, 4%ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્વના વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે.

બજેટમા સરકારની 9 પ્રાથમિકતાઓ
1. કૃષિ
2. રોજગાર
3. સામાજિક ન્યાય
4. ઉત્પાદન અને સેવાઓ
5. શહેરી વિકાસ
6. ઊર્જા સુરક્ષા
7. નવીનતા
8. સંશોધન અને વિકાસ
9. નેક્સ્ટ જનરેશનના સુધારા

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું કે’ ભારતના લોકોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.તેઓ ઐતિહાસિક ત્રીજી મુદત માટે ફરી ચૂંટાયા છે. નાણામંત્રીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા મુશ્કેલ સમયમાં પણ ચમકી રહી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કર્યું. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, “વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ,અમારે 4 વિવિધ જાતિઓ,ગરીબો, મહિલાઓ,યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.ખેડૂતો માટે અમે તમામ મુખ્ય પાકો માટે પ્રોત્સાહન આપ્યું છે.ઉચ્ચ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે.(MSP),ખર્ચ પર ઓછામાં ઓછા 50 ટકા માર્જિનનું વચન આપતી PM ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવી, 80 કરોડથી વધુ લોકોને લાભ થશે.”

કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે રૂ.1.52 લાખ કરોડની જોગવાઈ કરી છે તો ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ખેડૂતો અને તેમની જમીનોને ફાયદો થશે.સાથે જ જમીનની નોંધણી પર 6 કરોડ ખેડૂતોની માહિતી લાવવામાં આવશે.આ ઉપરાંત 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે.બજેટમા સરકારનું ધ્યાન કુદરતી ખેતી વધારવા પર છે.જે ગ્રામ પંચાયતો આ યોજના અમલમાં મૂકવા માંગે છેતેમને પ્રોત્સાહિત કરવામાં આવશે.સરકાર 32 પાક માટે 109 જાતો લોન્ચ કરશે.

નરેન્દ્ર મોદી સરકારનું આ સતત 13મું બજેટ છે, જેમાં બે વચગાળાના બજેટનો સમાવેશ થાય છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “ભારતનો આર્થિક વિકાસ અપવાદ તરીકે ચાલુ રહ્યો છે અને આગામી વર્ષોમાં પણ તે રહેશે. ભારતનો ફુગાવો નીચો અને સ્થિર છે અને 4 ટકાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે.”

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે “મને 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર,કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં આનંદ થાય છે,જેમાં આ વર્ષે અમે રૂ. 2 લાખ કરોડના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનોને રોજગારી,કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવી છે.શિક્ષણ,રોજગાર અને કૌશલ્ય માટે રૂ. 1.48 લાખ કરોડની જોગવાઈ કરીએ છીએ.”

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું “આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે ફાળવણી રૂ. 1.52 લાખ કરોડ છે. બજેટ 2024મા એજ્યુકેશન લોન પર,નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, “સરકાર ઘરેલું સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે નાણાકીય સહાય આપશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું “આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ-અમારી સરકારે આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમમાં કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓને પરિપૂર્ણ કરવાના પ્રયાસો કર્યા છે.રાજ્યની મૂડીની જરૂરિયાતને સમજીને,અમે બહુપક્ષીય એજન્સીઓ દ્વારા વિશેષ નાણાકીય સહાય પૂરી પાડી રહ્યા છીએ.વર્તમાન નાણાકીય વર્ષમાં 15,000 કરોડ રૂપિયા આપવામાં આવશે,જેમાં ભવિષ્યના વર્ષોમાં વધારાના ભંડોળ આપવામાં આવશે.

આ સાથે કેન્દ્ર સરકારે બિહારને ચાર એક્સપ્રેસ વે માટે રૂપિયા 26 હજાર કરોડનની પેકેજની જાહેરાત કરી છે. પાવર પ્રોજેક્ટ માટે રૂ.21400 કરોડની વિષ્ણુપદ મંદિર કોરિડોર,એરપોર્ટ મેડિકલ કોલેજ સહિત અનેક ભેટો આપી છે.પરંતુ આ બજેટમાં સૌથી ખાસ વાત એ છે કે મોદી સરકારે બિહારની સૌથી મોટી સમસ્યા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.બિહારને પૂરથી બચાવવા માટે મોદી સરકારે આ બજેટમાં મોટી જાહેરાત કરી છે.નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રાજ્યોમાં પૂર નિયંત્રણના પગલાં અને સિંચાઈ પ્રોજેક્ટ્સને વધારવા માટે 11,500 કરોડ રૂપિયાની વ્યાપક નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ્સમાં કોસી-મેચી આંતર-રાજ્ય લિંક અને 20 અન્ય ચાલુ યોજનાઓનો સમાવેશ થાય છે,પૂર નિવારણ અને કોસી નદીને લગતી સિંચાઈના સર્વે અને તપાસની જાહેરાત કરવામાં આવી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પર,અમે બિહારના ગયામાં ઔદ્યોગિક વિકાસને સમર્થન આપીશું.આ પૂર્વીય ક્ષેત્રના વિકાસને વેગ આપશે. અમે પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે,બક્સર- જેવા રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટને પણ સમર્થન આપીશું.ભાગલપુર હાઇવે,બોધ ગયા- અમે રાજગીર-વૈશાલી-દરભંગાના વિકાસમાં પણ સહકાર આપીશું અને બક્સરમાં ગંગા નદી પર રૂ. 26,000 કરોડના ખર્ચે એક વધારાનો ટુ-લેન પુલ બનાવવામાં આવશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, ” બિહારના પીરપેંટી ખાતે રૂ. 21,400 કરોડના ખર્ચે 2400 મેગાવોટનો નવો પાવર પ્લાન્ટ સ્થાપવા સહિત પાવર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.બિહારમાં નવા એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ બાહ્ય સહાય માટેની સરકારની વિનંતીઓ પર ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે.તેમણે કહ્યુ કે અમારી સરકારે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમમાં આપેલી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટેના પ્રયાસો કર્યા છે, અમે બહુપક્ષીય એજન્સીઓ દ્વારા વિશેષ નાણાકીય સહાયની સુવિધા આપીશું,જે વહેલા પૂર્ણ કરવા અને ધિરાણ માટે ભવિષ્યના વર્ષોમાં વધારાના ભંડોળ સાથે.પોલાવરમ સિંચાઈ પરિયોજના આંધ્રપ્રદેશ અને તેના ખેડૂતો માટે જીવનરેખા છે.”

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “સરકાર 500 ટોચની કંપનીઓમાં 1 કરોડ યુવાનોને દર મહિને 5000 રૂપિયાના ઇન્ટર્નશિપ ભથ્થા અને 6000 રૂપિયાની એક વખતની સહાય સાથે ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરશે.” મફત સૌર વીજળી યોજના અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું,”પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે,જે હેઠળ છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના કારણે 1 કરોડ પરિવારો 300 યુનિટ સુધી વીજળી મેળવી શકશે.દર મહિને મફત વીજળીની આ યોજના “તેને વધુ પ્રોત્સાહન આપશે.”તો વળી દેશમાં નાના અને મોડ્યુલર પરમાણુ રિએક્ટરના વિકાસ પર નાણાપ્રધાન સીતારમણે કહ્યું,“ભારત નાના રિએક્ટર સ્થાપવા,નાના મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ અને પરમાણુ ઊર્જા માટે નવી તકનીકોના સંશોધન અને વિકાસ માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરી રહ્યું છે “પાર્ટનર કરશે.”

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “સરકાર આગામી 5 વર્ષમાં માળખાકીય સુવિધાઓ માટે મજબૂત નાણાકીય સમર્થન જાળવી રાખવા પ્રયાસ કરી રહી છે.મૂડી ખર્ચ રૂ.11.11 લાખ કરોડ થશે જે આપણા GDPના 3.4 ટકા હશે.”તેમણે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવશે,જે અંતર્ગત 25,000 ગ્રામીણ વસવાટને સર્વ-હવામાન માર્ગો પૂરા પાડવામાં આવશે.બિહાર વારંવાર પૂરની સંભાવના ધરાવે છે.નેપાળમાં પૂર નિયંત્રણ માળખાં છે.હિમાચલના નિર્માણની યોજના હજુ સુધી આગળ વધી નથી પૂરને કારણે ભારે નુકસાન થયું છે,બહુપક્ષીય સહાય દ્વારા પુનઃનિર્માણ માટે પણ સહાય મળશે વધુમાં,

ઉત્તરાખંડ,જે ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે નોંધપાત્ર નુકસાન થયું છે,તેને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.”
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, “2024-25 સુધીમાં રાજકોષીય ખાધ GDP ના 4.9 ટકા રહેવાનો અંદાજ છે.ખાધને 4.5 ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય છે.” મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી અંગે નાણા મંત્રી સીતારમણે કહ્યું, “હું મોબાઈલ ફોન અને મોબાઈલ PCBS અને મોબાઈલ ચાર્જર પર BCD ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકું છું.”તો વળી કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, “કેન્સરની સારવાર માટેની ત્રણ દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે.”

નાણામંત્રીએ નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે પગારદાર કર્મચારીઓ માટે પ્રમાણભૂત કપાત રૂ.50,000 થી વધારીને રૂ. 75,000 કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી.નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યો નવી કર વ્યવસ્થામાં, 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે,તો 3 લાખથી 7 લાખ રૂપિયાની આવકના સ્લેબમાં 5 ટકા,7 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 10 ટકા,જ્યારે 10 લાખથી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા અને 12 લાખથી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા તો 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. .

બજેટ 2024-25 નવુ કર માળખુ
– 0 થી 3 લાખ NIL
– 3 થી 7 લાખ – 5 ટકા
– 7થી 10 લાખ – 10 ટકા
– 10 થી 12 લાખ – 15 ટકા
– 12થી 15 લાખ – 20 ટકા
– 15 લાખથી વધુ આવક – 30 ટકા

બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર શું બોજ વધ્યો છે અને કઈ જાહેરાતથી તેમને રાહત મળી છે.તો ચાલો તમને જાણીએ કે સરકારે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે અને મુખ્યત્વે કેન્સરની દવાઓને ડ્યુટી ફ્રી કરી છે,ચાલો જાણીએ કઈ કઈ થઈ અને કઈ સસ્તી થઈ

– શું સસ્તુ થશે અને શું મોંઘુ થશે

  • સસ્તુ થશે
    – સોનુ અને ચાંદી
    – પ્લેટિનમ
    -કેન્સરની દવા
    – મોબાઈલ ચાર્જર
    – લિથિયમ બેટરી
    – ઈમ્પોર્ટેડ જ્વેલરી
    – સોલાર પેનલ
  • મોંઘુ થશે
    – સિગારેટ
    – વિમાન મુસાફરી
    – પેટ્રોકેમિકલ સાધનોની આયાત
    – મોબાઈલ રિચાર્જ

આ સાથે જ બજેટમાં MSME અને મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.MSMEsને તેમના તણાવના સમયગાળા દરમિયાન બેંક ધિરાણ ચાલુ રાખવાની સુવિધા માટે બજેટમાં નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.સાથે જ મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.અમ નાના અને લધુ ઉદ્યોગોન્ પણ પ્રોત્સાહ મળી રહેશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સ્વદેશી સ્પેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે 1000 કરોડની જોગવાઈ કરી છે. વેન્ચર કેપિટલ ફંડ દ્વારા સ્પેસ ઉદ્યોગમાં રોકાણ કરવામાં આવશે. નાણા પ્રધાને એ નથી જણાવ્યુ કે રોકાણ કેવી રીતે કરવામાં આવશે પરંતુ આ સમાચારથી પ્રાઈવેટ સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

SORCE : જાગરણ ગુજરાતી,આજતક,અમર ઉજાલા ,પાંચજન્ય

 

Tags: BUDJET 2024-25INDIAloksabhaNIRMLA SITARAMANPm Modi
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.