INDW vs NEPW Women Asia Cup 2024 : મહિલા એશિયા કપ 2024માં ભારતે નેપાળને 82 રનથી હરાવ્યું,ભારત પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગયું છે.
હાઈલાઈટ્સ :
- મહિલા એશિયા કપના ગ્રુપ A મેચમાં
ભારતે નેપાળને 82 રને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી - ભારતે નેપાળને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો
- ભારત તરફથી દીપ્તિએ સૌથી વધુ વિકેટ ઝડપી
- ટીમ ઈન્ડિયાએ તેની ત્રણેય મેચ જીતીને ગ્રુપ Aમાં ટોચનું સ્થાન મળ્યું
ભારતીય મહિલા ટીમે નેપાળ સામે 82 રને બમ્પર વિજય મેળવ્યો છે. મહિલા એશિયા કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાએ તેની ત્રણેય મેચ જીતીને ગ્રુપ Aમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે.તમને જણાવી દઈએ કે એશિયા કપની સેમીફાઈનલમાં ભારત પહેલાથી જ જગ્યા બનાવી ચૂક્યું છે.આ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 178 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.જવાબમાં નેપાળની ટીમ સતત વિકેટો ગુમાવતી રહી અને નિર્ધારિત 20 ઓવરમાં 96 રન જ બનાવી શકી.આ હાર સાથે નેપાળ સત્તાવાર રીતે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.
ભારતે નેપાળને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે 21 રનની અંદર 2 મોટી વિકેટો પડી ગઈ હતી.આ પછી,જો કે કેપ્ટન ઈન્દુ બર્મા અને સીતા મગરે મળીને 22 રન જોડ્યા, પરંતુ સેટના બંને બેટ્સમેન માત્ર 6 બોલના ગાળામાં આઉટ થઈ ગયા.કેપ્ટન ઈન્દુએ 14 રન અને સીતાએ 18 રન બનાવ્યા હતા.તેના આઉટ થવાને કારણે નેપાળની ટીમ 52 રનમાં 4 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.અહીંથી વિકેટો પડવાનો સિલસિલો શરૂ થયો કે ટીમે આગળના 40 રનમાં બાકીની 4 વિકેટ ગુમાવી દીધી.નેપાળની ટીમના 7 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા.
ભારતીય વુમન્સ બોલરોએ પોતાની તાકાત બતાવી
બોલિંગમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અરુંધતિ રેડ્ડીએ અપાવી હતી,જેણે ઈનિંગની બીજી જ ઓવરમાં 7 રનના સ્કોર પર સમના ખડકાને પેવેલિયન મોકલી હતી.તેમના પછી,દીપ્તિ શર્મા અને રાધા યાદવે મધ્ય ઓવરોમાં નેપાળની બેટિંગ લાઇન અપને હલાવી દીધી હતી.ભારત તરફથી દીપ્તિએ સૌથી વધુ વિકેટ ઝડપી હતી, જેણે 3.3 ઓવરમાં માત્ર 10 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય રાધા યાદવ અને અરુંધતિ રેડ્ડીએ બે-બે વિકેટ લીધી હતી.રેણુકા સિંહે પણ વિકેટ લીધી..
ભારત સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે
ભારતને મહિલા એશિયાના ગ્રુપ Aમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની ત્રણેય મેચ મોટા અંતરથી જીતીને એશિયા કપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત ઉપરાંત પાકિસ્તાન પણ ગ્રુપ Aમાંથી ટોપ-4માં પ્રવેશ્યું છે. સેમી ફાઈનલ મેચો હજુ નક્કી થઈ નથી કારણ કે ગ્રુપ બીની 2 મેચ હજુ બાકી છે. સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ગ્રુપ બીમાં બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. હાલમાં, ગ્રુપ બીમાં બીજા સ્થાન માટે બાંગ્લાદેશ અને થાઈલેન્ડ વચ્ચે લડાઈ ચાલી રહી છે.