ભારતીય સેના, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, એસડીઆરએફના જવાનો પૂણેના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાને કારણે ફસાયેલા લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 260 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પુણે જિલ્લામાં પૂરની સ્થિતિ જોઈને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પૂણે ગયા અને પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો.
હાઈલાઈટ્સ
- મહારાષ્ટ્રના પૂણેમાં મુશળધાર વરસાદ
- NDRF અને આર્મી તૈનાત
- 260 લોકોનું કરાયું રેસ્ક્યૂ
પુણે જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને ખડકવાસલા ડેમમાંથી વધારાનું પાણી છોડવાને કારણે ગુરુવારે પુણેમાં પાણી ભરાઈ ગયું હતું. ભારતીય સેના, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, એસડીઆરએફના જવાનો પૂણેના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાને કારણે ફસાયેલા લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 260 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પુણે જિલ્લામાં પૂરની સ્થિતિ જોઈને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પૂણે ગયા અને પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો. અજિત પવારે નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે.
અજિત પવારે કહ્યું કે છેલ્લા બે દિવસથી પુણે શહેર અને જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે ખડકવાસલા ડેમ ભરાઈ ગયો છે. જેથી બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે અચાનક ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. એક તરફ ભારે વરસાદ હતો તો બીજી તરફ પુણેમાં ડેમના પાણીના કારણે પૂર આવ્યું હતું. અજિત પવારે કહ્યું કે આજે સાંજે ફરીથી ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવશે, તેથી નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે.
પુણેમાં પૂરના કારણે એકતા નગર, નિમ્બજ નગર અને સિંહગઢ વિસ્તારમાં ફસાયેલા લોકોને સેના અને NDRFના જવાનો બોટની મદદથી સુરક્ષિત સ્થળોએ ખસેડી રહ્યા છે. પુણેમાં વરસાદને કારણે 38 જગ્યાએ વૃક્ષો પડી ગયા છે, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તેને હટાવવાનું કામ કરી રહ્યા છે. પુણેના ઈન્દાપુર વિસ્તારમાં એક કાર પાણીમાં વહી ગઈ હતી પરંતુ કોઈ રીતે કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો. પાણીનો પ્રવાહ એટલો ઊંચો હતો કે આલંદી વિસ્તારમાં આવેલી ઈન્દ્રાયાણી નદીમાં એક કન્ટેનર ધોવાઈ ગયું હતું, પરંતુ કન્ટેનરના ડ્રાઈવર અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો.