કેન્દ્રીય મંત્રીએ સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર હાલની ટોલ સિસ્ટમને ખતમ કરી રહી છે અને ટૂંક સમયમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરશે.
હાઈલાઈટ્સ
- કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત
- સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની કરી જાહેરાત
- સરકાર હાલની ટોલ સિસ્ટમને ખતમ કરી રહી છે
- ટૂંક સમયમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરશે
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે તમારે ટોલ ટેક્સ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. ટોલ ટેક્સ ઓનલાઈન જ કપાશે. કેન્દ્રીય મંત્રીએ સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર હાલની ટોલ સિસ્ટમને ખતમ કરી રહી છે અને ટૂંક સમયમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરશે.
નવી ટોલ ટેક્સ સિસ્ટમ શું છે?
વાસ્તવમાં, સેટેલાઇટ ટોલ સિસ્ટમ લાગુ કરવાનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. આ નવી ટેકનિકલ સિસ્ટમ દ્વારા લોકો નેશનલ હાઈવે પર રોકાયા વિના મુસાફરી કરી શકશે. સેટેલાઇટ દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. એટલે કે વાહનોમાં ખાસ પ્રકારની જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. જે ઉપગ્રહને વાહનના લોકેશન અને મુસાફરી કરેલા અંતરની માહિતી મોકલશે. જે બાદ સેટેલાઇટ સમગ્ર ડેટાનું વિશ્લેષણ કરશે. અને તમારા ખાતામાંથી ટોલ ટેક્સ આપોઆપ કપાઈ જશે.
ફાસ્ટેગ કરતાં વધુ સારી સેટેલાઇટ સિસ્ટમ
વર્તમાન ફાસ્ટેગ આધારિત ટોલ સિસ્ટમમાં, હાઇવેનો ઉપયોગ કરતી વખતે, તમારે ટૂંકા અંતર માટે પણ સંપૂર્ણ ટોલ ચૂકવવો પડશે. જ્યારે, સેટેલાઇટ ટોલ સિસ્ટમમાં તમારે તમે જેટલું અંતર કાપો છો એટલા જ ટેક્ષની ચૂકવણી કરવી પડશે.