ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું અને 43 રનથી જીત મેળવી. ભારતે શ્રેણીમાં 1-0ની જીત મેળવી લીધી છે.
હાઈલાઈટ્સ :
- સામેની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું
- આ મેચમાં શ્રીલંકા 43 રનથી હારની સામનો કરવો પડ્યો હતો
- સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત નોંધાવી
- ભારત તરફથી રિયાન પરાગે શાનદાર બોલિંગ કરી હતી
- રિયાન પરાગે 1.2 ઓવરમાં માત્ર 5 રન આપીને 3 વિકેટ ઝડપી
T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 43 રને હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 19.2 ઓવરમાં ઓલઆઉટ થતાં સુધી માત્ર 170 રન જ બનાવી શકી હતી.
A 43-run victory in the first T20I! 🙌#TeamIndia take a 1-0 lead in the series 👏👏
Scorecard ▶️ https://t.co/Ccm4ubmWnj #SLvIND pic.twitter.com/zZ9b1TocAf
— BCCI (@BCCI) July 27, 2024
સૂર્યાએ ભારત માટે કેપ્ટનશિપની ઇનિંગ્સ રમી હતી. તેણે 26 બોલમાં 58 રન બનાવ્યા હતા. રિષભ પંતે 33 બોલમાં 49 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 21 બોલમાં 40 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલે 16 બોલમાં 34 રન બનાવ્યા હતા. ભારત તરફથી રિયાન પરાગે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 1.2 ઓવરમાં માત્ર 5 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે 3 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે પણ 2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી.
શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી. 48 બોલનો સામનો કરીને તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. કુસલ મેન્ડિસે 45 રન બનાવ્યા હતા. કુસલ પરેરાએ 20 રનનું યોગદાન આપ્યું હતું.મતિશા પથિરાનાએ 4 વિકેટ ઝડપી હતી.
For leading from the front with the bat, #TeamIndia Captain Suryakumar Yadav becomes the Player of the Match 🏆👏
Scorecard ▶️ https://t.co/Ccm4ubmWnj… #SLvIND | @surya_14kumar pic.twitter.com/s2LGOFsrsw
— BCCI (@BCCI) July 27, 2024