ભગવાન શંકરને જળ ચઢાવવા અને ભોલેનાથના દર્શન કરવા માટે શિવ મંદિરોમાં લાંબી કતારો જોવા મળે છે.તમામ શિવ મંદિરો બમ-બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યાં છે.ભોલેના ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
હાઈલાઈટ્સ :
- શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી
- શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા.
- સાવન મહિનાના સોમવારે ભગવાન ભોલેનાથની પૂજા થાય છે
આજે બીજો સોમવાર છે. દેશભરના શિવ મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભગવાન શંકરને જળ ચઢાવવા અને ભોલેનાથના દર્શન કરવા માટે શિવ મંદિરોમાં લાંબી કતારો જોવા મળે છે. તમામ શિવ મંદિરો બમ-બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યાં છે. ભોલેના ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અનેક મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રશાસને મંદિરોની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ભક્તો માટે બેરીકેટ લગાવીને રસ્તો બનાવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં સાવનનાં બીજા સોમવારે શિવ મંદિરમાં ભક્તોએ પૂજા અર્ચના કરી હતી.
#WATCH जयपुर (राजस्थान): सावन के दूसरे सोमवार पर भक्तों ने भगवान शिव मंदिर में पूजा-अर्चना की। pic.twitter.com/y31ODj0uKp
— ANI_HindiNews (@AHindinews) July 29, 2024
આસામના ગુવાહાટીમાં પણ શિવભક્તો શુક્રેશ્વર મંદિરે પૂજા કરવા પહોંચ્યા હતા.
#WATCH गुवाहाटी (असम): सावन के दूसरे सोमवार के अवसर पर भक्त पूजा करने के लिए सुक्रेश्वर मंदिर पहुंचे। pic.twitter.com/ejqIMsfPom
— ANI_HindiNews (@AHindinews) July 29, 2024
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં સાવન મહિનાના બીજા સોમવારે પૂજા કરવામાં આવી રહી છે.
#WATCH वाराणसी, उत्तर प्रदेश: सावन माह के दूसरे सोमवार को काशी विश्वनाथ मंदिर में पूजा-अर्चना की जा रही है।
(सोर्स: PRO काशी विश्वनाथ मंदिर) pic.twitter.com/8IRIxmU0Nq
— ANI_HindiNews (@AHindinews) July 29, 2024
હરિદ્વારમાં પણ સાવનનાં બીજા સોમવાર નિમિત્તે ભક્તોએ હર કી પૌરીમાં સ્નાન કરી પૂજા-અર્ચના કરી હતી.
#WATCH हरिद्वार (उत्तराखंड): सावन के दूसरे सोमवार के अवसर पर भक्तों ने हर की पौड़ी पर स्नान किया और पूजा-अर्चना की। pic.twitter.com/Frm7YV5nsF
— ANI_HindiNews (@AHindinews) July 29, 2024
શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ
શ્રાવણ મહિનો ભગવાન શિવને વિશેષ પ્રિય છે. જો કોઈ વ્યક્તિ આખો દિવસ વ્રત રાખે છે અને સાવન મહિનાના સોમવારે ભગવાન ભોલેનાથની પૂજા કરે છે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. હિંદુ ધર્મ અનુસાર, સાવન મહિનામાં, ભગવાન શિવ રુદ્રના રૂપમાં સૃષ્ટિને નિયંત્રિત કરે છે. તેમજ પુરાણોમાં જણાવ્યા મુજબ શ્રાવણ માસમાં સમુદ્ર મંથન થયું હતું.