હાઈલાઈટ્સ :
- ભારતીય શેર બજાર સપ્તાહના પ્રારંભે જ લીલા તોરણે
- સોમવારે ખુલાતાની સાથે જ શેર બજારમાં તોફાની તેજી
- મુખ્યસૂચકાંક ગ્રીન ઝોનમાં જોવા મળતા રોકાણકારો રાજી
- BSE સેન્સેક્સ અને નિફ્ટિએ ઐતિહાસિક સપાટી હાંસલ કરી
- બજેટ પછીના ઘટાડા બાદ બજારમા ફરી આવી હરીયાળી
બજેટ 2024 રજૂ થયા બાદ ભારતીય શેર બજારમાં થોડો ઘટાડાનો દોર રહ્યો પરંતુ બાદમાં ગતિ સાથે ગત સપ્તાહના અંત ભાગમાં એટલે કે શુક્રવારે સાંજે ફરી શેર બજારે તેજીની રાહ પકકી અને લીલા નિશાન સાથે બંધ આવ્યુ હતુ.તો વળી આજે સોમવારે પણ સપ્તાહના પ્રાંરંભે ફરી ગ્રીન ઝોનમાં બજાર ખુલતા રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો .
શેર બજારમાં શરૂઆતમાં મુખ્ય સૂચકાંકોની વાત કરીએ તો BSE સેન્સેક્સ પોતાના શુક્રવારના પાછળના 81,332 પોઈન્ટે બંધ આવવાની તુલનામા આજે સોમવારે 400 પોઈન્ટના ઉછાળા સાથે 81,679 ના સ્તરે જોવા મળ્યો હતો જે તેની ઐંતિહાસિક સપાટી પર કહી શકાય.તેવી જ રીતે નિફ્ટિ પણ 126 અંકથી વધુના વધારા સાશે ખુલ્યો અને 24,961થી વધુના સ્તરે જોવા મળ્યો જે શુક્રવારના રોજ તે 28,834 ના સ્તરે બંધ આવ્યો હતો. નિફ્ટિએ બાદમાં મોટી છલાંગ લગાવી અને 24,980ના સ્તરની ઓલ ટાઈમ હાઈની સ્થિતિ પ્રાપ્ત કરી હતી.
આજે સોમવારે બજાર શરૂ થતા જ લગભગ 2264 શેરોમાં તોફાની તેજીનો દોર જોવા મળ્યો હતો.તો વળી તેમાથી 495 શેર એવા હતા જે ઘટાડા સાથે શરૂ થયા હતા.સાથે જ 127 શેર કોઈ પણ ફેરફાર વિના જ શરૂ થયા હતા.
સેન્સેક્સમા અનેક કંપનીઓમા જોમાં NTPC,ભારતીય સ્ટેટ બેંક,ICICI બેંક,નફામાં રહ્યા હતા.તો કેટલીક કંપનીઓના શેર નુકાશાની આપનારા રહ્યા હતા.અને એટલે જ શેર બજારમાં રોકાણ એક્સપર્ટની સલાહ મુજબ જ કરવુ હિતાવહ છે.
SORCE : આજતક