હાઈલાઈટ્સ
- કેરળના વાયનાડમાં ભૂસ્ખન
- વાયનાડ જઈ રહેલા કેરળના સ્વાસ્થ્ય મંત્રીને નડ્યો અકસ્માત
- વીણા જ્યોર્જ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા વાયનાડ જઈ રહ્યા હતા
વાયનાડ જઈ રહેલા કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જની કારને મલપ્પુરમ જિલ્લાના મંજેરી પાસે અકસ્માત નડ્યો હતો. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. તેને તરત જ મંજેરી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા.
કેરળના આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસનું કહેવું છે કે વીણા જ્યોર્જ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા વાયનાડ જઈ રહી હતી. તિરુવનંતપુરમથી મલપ્પુરમ જિલ્લાનું અંતર લગભગ 368 કિલોમીટર છે. આ માર્ગમાં મલપ્પુરમ જિલ્લાના મંજેરી પાસે અકસ્માત થયો હતો.