15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ખેડા જિલ્લામાં યોજાશે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે અને દવજવંદન કરશે.મંત્રીમંડળના સભ્યો વિવિધ જિલ્લામાં હાજરી આપશે..
હાઈલાઈટ્સ :
- 15મી ઓગસ્ટે ગુજરાતના ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી થશે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લામાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે
- વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં હાજરી આપશે
- કનુ દેસાઇ સુરતમાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. મંત્રી મંડળમાં જોઇએ તો કનુ દેસાઇ(સુરત), ઋષિકેશ પટેલ(મહેસાણા), રાઘવજી પટેલ(જૂનાગઢ), બળવંતસિંહ રાજપૂત(કચ્છ), કુંવરજી બાવળિયા(અમરેલી), મુળુભાઇ બેરા(બોટાદ), કુબેરભાઇ ડિંડોર(સાબરકાંઠા), ભાનુંબેન બાબરીયા(ગીર સોમનાથ), જેઠાભાઇ આહીર(પંચમહાલ), હર્ષ સંઘવી(વડોદરા), જગદીશ પંચાલ(વલસાડ), પરશોત્તમ સોલંકી(ભાવનગર), બચુભાઇ ખાબડ(દાહોદ), મુકેશ પટેલ(તાપી), પ્રફુલ પાનશેરિયા(ડાંગ), ભિખુસિંહ પરમાર(દ્વારકા), કુંવરજી હળપતી નવસારીમાં હાજરી આપશે.
અમદાવાદ,આણંદ,પોરબંદર,છોટાઉદેપુરઅરવલ્લીપાટણ,રાજકોટ,જામનગર,સુરેન્દ્રનગર,મોરબી,મહીસાગર,ગાંધીનગર,નર્મદા,ભરૂચમાં આયોજિત કાર્યક્રમમાં કલેકટરના હસ્તે દવજવંદન કરવામાં આવશે…