હાઈલાઈટ્સ
- શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ
- BSE સેન્સેક્સના 30 શેરમાંથી 24 શેરમાં વધારો
- સેન્સેક્સમાં 271 પોઈન્ટનો ઉછાળો
- હાલમાં ઓટો, મેટલ અને એનર્જી શેર્સમાં વધુ તેજી
શેરબજારમાં શરૂઆતી કારોબારમાં BSE સેન્સેક્સના 30 શેરમાંથી 24 શેરમાં વધારો અને 6 શેર ઘટી રહ્યા છે. હાલમાં ઓટો, મેટલ અને એનર્જી શેર્સમાં વધુ તેજી છે.
ગુરુવારે શેરબજારે સર્વકાલીન ઉચ્ચ સ્તરનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. સપ્તાહના ચોથા દિવસે શરૂઆતના કારોબારમાં, મુખ્ય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 82,019 અને નિફ્ટી 25,050ને સ્પર્શ્યો હતો. હાલમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 270.95 પોઈન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 82,012.29 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 91.25 પોઇન્ટ અથવા 0.37 ટકાના વધારા સાથે 25,042.40 પર ટ્રેડ કરી રહ્યો છે.
શેરબજારમાં શરૂઆતી કારોબારમાં BSE સેન્સેક્સના 30 શેરમાંથી 24 શેરમાં વધારો અને 6 શેર ઘટી રહ્યા છે. હાલમાં ઓટો, મેટલ અને એનર્જી શેર્સમાં વધુ તેજી છે. તે જ સમયે, ભારતીય ચલણ રૂપિયો પણ શરૂઆતના વેપારમાં એક પૈસાના વધારા સાથે 83.67 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો. જો કે આજે એશિયન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી 2.58 ટકા, હોંગકોંગનો હેંગસેંગ 0.36 ટકા અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.26 ટકા ડાઉન છે.
જણાવી દઈએ કે, આના એક દિવસ પહેલા બુધવારે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 285 પોઈન્ટના વધારા સાથે 81,741ના સ્તરે બંધ રહ્યો હતો. ત્યારે, નિફ્ટી પણ 93 પોઈન્ટના વધારા સાથે 24,951ના સ્તરે બંધ રહ્યો હતો.