ગ્રેટર કૈલાશની સમર ફિલ્ડ્સ સ્કૂલના પ્રિન્સિપાલ શાલિની અગ્રવાલે જણાવ્યું કે અમને મોડી રાત્રે એક ઈમેલ મળ્યો હતો. ઈમેલ મળ્યાની 10 મિનિટમાં વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
હાઈલાઈટ્સ :
- દિલ્હીની એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
- પ્રિન્સિપાલ શાલિની અગ્રવાલે જણાવ્યું કે અમને મોડી રાત્રે એક ઈમેલ મળ્યો હતો
- ઈમેલ મળ્યાની 10 મિનિટમાં વિદ્યાર્થીઓને બહાર નીકળી ગયા
ફરી એકવાર દિલ્હીની એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હવે ગ્રેટર કૈલાશ વિસ્તારમાં સમર ફીલ્ડ્સ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ આવ્યો છે. દિલ્હી પોલીસે કહ્યું કે ઈમેલમાં લખ્યું છે કે ગઈ કાલે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. તપાસમાં હજુ સુધી કંઈ મળ્યું નથી, કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સમર ફિલ્ડ્સ સ્કૂલના પ્રિન્સિપાલ શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે,અમને મોડી રાત્રે એક ઈમેલ મળ્યો હતો, જે આજે વહેલી સવારે ચેક કરવામાં આવ્યો હતો. એસઓપી મુજબ,અમે ઈમેલ મળ્યાની 10 મિનિટમાં જ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.અમે પોલીસનો સંપર્ક કર્યો હતો.જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી, અને અમે પોલીસના આભારી છીએ, તેઓ તરત જ આવ્યા અને અમને ખૂબ મદદ કરી.”
#WATCH | Principal of Summer Fields School, Shalini Agarwal says, "We received an email late at night which was checked early morning today. As per the SOP, we evacuated the students within 10 minutes of receiving the email. We informed the police and district administration, and… https://t.co/GWTq6ejMYj pic.twitter.com/D6MuZmU6lr
— ANI (@ANI) August 2, 2024
શાલિની અગ્રવાલે કહ્યું કે અહીં ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીઓ હોય છે, અમે માત્ર રાહ જોઈ રહ્યા છીએ કે કેટલાક વાલીઓ આવે અને તેમના બાળકોને એકત્રિત કરે. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અહીં છે અને તેઓ પરિસરની તપાસ કરી રહ્યા છે. વાલીઓમાં જરાય ગભરાટ ન હતો.
આ પહેલા પણ ધમકીઓ આપવામાં આવી હતી
આ પહેલા 30 એપ્રિલે પણ દિલ્હી અને નોઈડાની ઘણી શાળાઓમાં ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી.જોકે, તપાસ બાદ પોલીસને કંઈ મળ્યું ન હતું. પોલીસે કહ્યું હતું કે બોમ્બની ધમકી અંગે હોક્સ કોલ કરવામાં આવ્યો હતો.