હાઈલાઈટ :
- ગુજરાતમાં અવિરત વરસાદને લઈ નોંધપાત્ર જળ સંગ્રહ
- સાર્વત્રિક વરસાદને લઈ રાજ્યના 48 જળાશયો છલોછલ
- સરદાર સરોવર નર્મદા ડેમમાં 57 ટકાથી વધુ જળ સંગ્રહ
- દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58 ટકા જળ સંગ્રહ
- સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 52.16 ટકા જળ સંગ્રહ થયો
- રાજ્યના 31 ડેમ 70 ટકાથી લઈ 100 ટકા ભરાતા એલર્ટ
- સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ
ગુજરાતમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યમા સારા પ્રમાણમા જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે.કારણ કે રાજ્યના 48જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો 90 થી 100 ટકા ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત રાજ્યના 31 ડેમ 70 ટકાથી લઈ 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. સાથે જ ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ ૨૫થી 50 ટકા ભરાયા છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,92,041 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 57.48 ટકા જળસંગ્રહ નોંધાયો છે.જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,09,663 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.28 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
તો રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ ઉકાઈમાં 79,274 ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં 72,382 ક્યુસેક, દમણગંગામાં 42,088 ક્યુસેક, રાવલમાં 13,100 ક્યુસેક પાણીની આવક નોંધાઈે હતી.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 52.16 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.01 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 27.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
જોકે આ સ્થિતિમાં ગુજરાતમાં સારા એવા જળ સંગ્રહને લીધે ઉનાળામાં જળ સંકટથી રાહત મળવાના સારા સંકેત પણ મળી રહ્યા છે.તો વળી ઉનાળુ ખેતી માટે પિયત માટે પણ આ સંગ્રહિત પાણી ઉપયોગમાં આવી શકે છે.ત્યારે આ બાબત સારા સંકેત પણ આપી રહી છે.
SORCE : RAKHEVAL