Vinesh Phogat Retire From Wrestling : વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તી સ્પર્ધાની ફાઈનલ મેચ રમવાની હતી, પરંતુ મેચ પહેલા વજન વધારે હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
હાઈલાઈટ્સ :
- કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી
- ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ
- પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચ્યા બાદ વિનેશ ફોગાટ આજે ડિસક્વોલિફાય જાહેર થયા હતા
- વિનેશ પાસે ત્રણ કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ,બે વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં કઠિન અનુભવ બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે, જ્યાં તેણી ફાઇનલમાં પહોંચ્યા બાદ ટુર્નામેન્ટમાંથી ગેરલાયક ઠરાઈ હતી.
વધારે વજનના કારણે તેને ફાઈનલ મેચના કલાકો પહેલા જ અયોગ્ય ઠેરવવામાં આવી હતી , જેના કારણે તેનો કન્ફર્મ મેડલ પણ છીનવાઈ ગયો હતો. જે બાદ તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી હતી. વિનેશે કહ્યું હતું કે તેને આ ઈવેન્ટ માટે સિલ્વર મેડલ આપવો જોઈએ.
રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ગેરલાયક જાહેર કરવામાં આવી હતી. 50 કિગ્રા કેટેગરીમાં તેનું વજન લગભગ 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશ પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ વજન વધારે હોવાને કારણે તેને ફાઈનલ મેચના કલાકો પહેલા જ અયોગ્ય ઠેરવવામાં આવી હતી. જેના કારણે તેનો કન્ફર્મ મેડલ પણ છીનવાઈ ગયો હતો. જે બાદ તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી હતી. વિનેશે કહ્યું હતું કે તેને આ ઈવેન્ટ માટે સિલ્વર મેડલ આપવો જોઈએ.
29 વર્ષીય વિનેશ કુસ્તીમાં ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી. સાક્ષી મલિક, ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી એકમાત્ર બીજી મહિલા કુસ્તીબાજ છે, જેણે રિયો 2016માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ગુરુવારે વહેલી સવારે વિનેશે સોશિયલ મીડિયા પર તેના પર લખ્યું ગુડબાય રેસલિંગ 2001-2024. તેણીએ માફી માંગી અને કહ્યું કે તે હંમેશા તમારા બધાની ઋણી રહેશે.બે વખતની ઓલિમ્પિયન વિનેશ પાસે ત્રણ કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ, બે વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ છે. તેને 2021માં એશિયન ચેમ્પિયનનો તાજ પણ અપાયો હતો.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
UWW એ ફેબ્રુઆરી 2024 માં WFIનું કામચલાઉ સસ્પેન્શન ઉઠાવી લીધું હતું, પરંતુ ફેડરેશનને બાંયધરી આપવાની જરૂર હતી કે બજરંગ, સાક્ષી અથવા વિનેશ સામે કોઈ ભેદભાવપૂર્ણ પગલાં લેવામાં આવશે નહીં. વિનેશ માટે બાબતો સકારાત્મક બની કારણ કે તેણીએ રાષ્ટ્રીય સ્તરે 55 કિગ્રા વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો, જે લગભગ 16 મહિના પછી સ્પર્ધાત્મક કુસ્તીમાં તેણીની વાપસી હતી.
વિનેશે એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ફાઇનલમાં પહોંચીને મહિલા 50 કિગ્રા વર્ગમાં પેરિસ ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો. તેણે સેમિફાઇનલમાં લૌરા ગણિકીજીને હરાવ્યો હતો. WFI એ કહ્યું કે તેઓ ઓલિમ્પિક ટ્રાયલ્સ યોજશે નહીં અને ક્વોટા જીતનારા કુસ્તીબાજો પેરિસમાં સ્પર્ધા કરશે.