વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 8મી થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે.
હાઈલાઈટ્સ :
- રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો
- દેશભરમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગા અભિયાન
- અંદાજે 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૮મી ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાશીમાં તિરંગો લહેરાવી ને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન નો તેમણે પ્રારંભ કરાવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે ૪૦ થી ૫૦ લાખ તિરંગાનું વિતરણ થવાનું છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે.
આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે.આ હર ઘર તિરંગા અભિયાન ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે.
ચાર મહાનગરમાં ત્રિરંગા યાત્રા યોજાશે
ચાર મહાનગરોમાં અંદાજે 2 કિલોમીટરના રૂટ પર ત્રિરંગા યાત્રા યોજાશે . જેમાં સુરત અને અમદાવાદ ખાતે અંદાજે 1 લાખથી વધુ જ્યારે રાજકોટ અને વડોદરા ખાતે 50 થી 70 હાજર નાગરિકો સહભાગી થશે આ કાર્યકમ સશસ્ત્ર દળોનું બૅન્ડ ,પોલીસ બેન્ડ ,સ્કૂલ બેન્ડ અને અન્ય ખાનગી બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારિત ધૂન રજૂ કરવામાં આવશે