Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home કલા અને સંસ્કૃતિ

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો

મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત રાજ્યના રૂ. 1014.14 કરોડ અને સાબરકાંઠા જિલ્લાને રૂ. 3762.77 લાખના લોકાર્પણ-ખાતમુહર્તના કામોની ભેટ

Kajal Barad by Kajal Barad
Aug 9, 2024, 05:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત રાજ્યના રૂ. 1014.14 કરોડ અને સાબરકાંઠા જિલ્લાને રૂ. 3762.77 લાખના લોકાર્પણ-ખાતમુહર્તના કામોની ભેટ

હાઈલાઈટ્સ :

  • દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે
  • CM ભૂપેન્દ્ર પટેલએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે હાજરી આપી
  • 20 હજારથી વધુ લાભાર્થીઓને લાભ અર્પણ કરાયા

સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસીઓ વર્ષો પુર્વેથી આધ્યત્મિક રીતે પ્રકૃતિ સાથે બિરાસા મૂંડાની પૂજા કરતા આવ્યા છે.આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગરૂપે દર વર્ષે ૯મી ઓગષ્ટના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે.છેક અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી વિકાસના આગવા મોડલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું છે.ઓગસ્ટ માસ ક્રાંતિનો મહિનો છે. માનગઢમાં ગુરુ ગોવિંદસિંહ હોય કે પાલ દઢવાવમાં મોતીલાલ તેજાવત હોય આઝાદીકાળમાં આદિવાસીઓએ પોતાનુ મહત્નું યોગદાન આપ્યુ છે.ભારત દેશને પ્રથમ આદિજાતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મળ્યા છે. વડાપ્રધાનએ આદિમ જુથોના ૩૦ હજાર પરિવારના 1.50 લોકોના વિકાસ માટે પીએમ જનમન અભિયાન હાથ ધર્યુ છે.

માનવીની મુખ્ય જરૂરીયાત આરોગ્ય,શિક્ષણ,રોજગાર,આવાસ અને રસ્તા આદિવાસી લોકોને મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વન બંધુ કલ્યાણ યોજના, વન અધિકાર અધિનિયમ, સમરસ છાત્રાલય, સંકલિત ડેરી વિકાસ, દુધ સંજીવની યોજના જેવી મહત્વની યોજનાઓ અમલી બનાવી છે.આદિજાતિ વિકાસ માટે બજેટમાં ખાસ એક લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વનબંધુ કલ્યાણ ફેઝ-2 માં વધુ એક લાખ કરોડ જોગવાઈ તેમજ 30 હજાર કરોડનું વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ, આદિજાતિ વિસ્તારોમાં જીઆઇડીસીની સ્થાપના થકી નવીન રોજગારી થકી જીવનમાં ગુણવત્તા યુક્ત સુધારા આવ્યા છે.

પ્રધાનમંત્રી જનજાતિ વિકાસ અંતર્ગત ઉન્નત ગ્રામ યોજના અંતર્ગત દેશના ૬૩ હજાર ગામોના પાંચ કરોડ આદિજાતિ લોકોનો સો ટકા વિકાસ કરવાની નેમ લીધી છે આદિમ જૂથ એવા જૂથોના વિકાસ માટે પીએમ જન મન અભિયાન અંતર્ગત ૩૦ હજાર પરિવારના 1.50 લાખ લોકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટેના પ્રધાનમંત્રી જન મન અભિયાન યોજાયું.

આદિજાતિ વિસ્તારના બાળકો શહેરી વિસ્તારમાં રહી શિક્ષણ મેળવી શકે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ બનાવવામાં આવી છે. આદિજાતિ બાળકોને મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસ અપાવી આદિજાતિ બેઠકો સંપૂર્ણ ભરાય તે રીતે 360 ડીગ્રી પરિવર્તન લાવવામાં આવ્યું છે.આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિજાતિ વિકાસને વેગ મળ્યો છે અને મેડિકલ એન્જિનિયરિંગ માટે કોચિંગની સુવિધા ઉભી થતા આદિજાતિ વિદ્યાર્થીઓ આજે મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ લઈ રહ્યા છે.

9મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીના વરદ હસ્તે રાજ્યમાં કુલ રૂ. 411.37 કરોડના 2240 કામોનુ ખાતમુહર્ત તથા રૂ.602.78 કરોડ 2053 કામોનુ લોકાર્પણ આમ કુલ રૂ. 1014.14 કરોડના કુલ 4293 કામોનુ લોકાર્પણ તથા ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતું.જે પૈકી મુખ્યમંત્રીના વરદ હસ્તે સાબરકાંઠા જિલ્લામાં રૂ. 3762.88 લાખના ૨૧૬ કામોનું ખાતમુહર્ત તથા રૂ.2091.37 લાખના 197 કામોનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. તેમજ વિવિધ વિભાગના 7618 લાભાર્થીઓને રૂ.4682 લાખના વ્યક્તિગત લાભો આપવામાં આવ્યા.

વિશ્વ આદિવાસી દિવસે આદિવાસી સમુદાયના વિધ્યાર્થીઓએ પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે આ વિસ્તારના બાળકના હસ્તે લખાયેલ કાવ્ય ગ્રંથનું વિમોચન કર્યુ હતુ.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સભ્ય રમણલાલ વોરા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, અધિક મુખ્ય સચિવ જીપી ગુપ્તા, રેન્જ આઈ જી મનીષ સિંગ, સાબરકાંઠા કલેક્ટર નેમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, પ્રયોજના વહીવટદાર વિશાલ સકસેના તેમજ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Tags: BhupendrapatelCMGujaratGujaratkhedbrahmaSabarkanthaSLIDERTOP NEWSWorld Tribal Day
ShareTweetSendShare

Related News

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

પહેલગામ આતંકી હુમલો,ઓપરેશન સિંદૂરથી લઈ POK સુધી…જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું સંદેશ આપ્યો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકી હુમલો,ઓપરેશન સિંદૂરથી લઈ POK સુધી…જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું સંદેશ આપ્યો

“ઓપરેશન સિંદૂર” થકી ભારતે પાકિસ્તાનને બોલ્ડ સંદેશ આપ્યો,મહિલા શક્તિ દ્વારા સિંદૂરનું મૂલ્ય દર્શાવ્યું
આંતરરાષ્ટ્રીય

“ઓપરેશન સિંદૂર” થકી ભારતે પાકિસ્તાનને બોલ્ડ સંદેશ આપ્યો,મહિલા શક્તિ દ્વારા સિંદૂરનું મૂલ્ય દર્શાવ્યું

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં હાથ ધરેલ “ઓપરેશન સિંદૂર”પર આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ખોટા સમાચારોનું સંકલન
આંતરરાષ્ટ્રીય

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં હાથ ધરેલ “ઓપરેશન સિંદૂર”પર આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ખોટા સમાચારોનું સંકલન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરહદી જિલ્લાઓની સજ્જતા સ્થિતિની સમીક્ષા કરી
આંતરરાષ્ટ્રીય

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરહદી જિલ્લાઓની સજ્જતા સ્થિતિની સમીક્ષા કરી

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.