હાઈલાઈટ્સ :
- બાંગ્લાદેશમા ફરી પ્રદર્શન કર્તાઓના ગતિવિધિ શરૂ
- પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ સુપ્રિમ કોર્ટનો ઘેરાવ કર્યો
- ચિફ જ્સ્ટિસ સહિત તમામ જજોના રાજીનામાના માંગ
- ભારે વિરોધને લઈ ચિફ જસ્ટિસનો રાજીનામુ આપવાનો નિર્ણય
બાંગ્લાદેશમા ફરી પ્રદર્શન કર્તાઓના ગતિવિધિ શરૂ થઈ છે જેમાં શનિવારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ સુપ્રિમ કોર્ટનો ઘેરાવ કર્યો અને ચિફ જ્સ્ટિસ સહિત તમામ જજોના રાજીનામાના માંગ કરી.મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ સુપ્રિમ કોર્ટનો ઘેરાવો કરતા આખરે ચિફ જસ્ટિસે રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો હતો.
બાંગ્લાદેશમાં હિંસા સાથેનુ વિરોધ પ્રદર્શન થમવાનુમ નામ નથી લેતુ.ત્યારે વડાપ્રધાન શેખ હસીનાના દેશ છોડ્યા બાદ હવે પ્રદર્શન કર્તાઓએ શનિવારે ફરી વિરોધ શરૂ કર્યો જેમાં ઢાકા સુપ્રિમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો.વિરોધકર્તાઓએ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈને સુપ્રિમ કોર્ટનો ઘેરાવ કરી ચિફ જસ્ટિસ સહિત તમામ જજોના રાજીનામાની માંગ કરી હતી.ભારે વિરોધ પ્રદર્શનને લઈ આખરે ચિફ જસ્ટિસ ઓબૈદુલ હસને ન્યાયપાલિકાના પ્રમુખ પદેથી પોતાનું રાજીનામુ આપવા નિર્ણય કર્યો હતો.તેઓ સાંજે રાષ્ટ્રપતિ મોહમ્મદ મોહમ્મ્દ શહાબુદ્દીન સાથે વિચાર વિમર્શ કરશે અને ત્યારબાદ તેઓ રાજીનામુ આપી શકે છે.
નોંધનિય છે કે પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી હતી કે જો ચિફ જસ્ટિસ રાજીનામુ નહી આપે તો તેમના નિવાસ સ્થાન પર પણ હુમલો કરી શકે છે.આ અગાઉ વડાપ્રધાન શેખ હસીનાનાને પણ આ જ પ્રકારે રાજીનામુ આપવાની ફરજ પડી હતી.
SORCE : આજતક