Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home રાજ્ય

Gujarat : કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી તિરંગાયાત્રાનો કરાવ્યો પ્રારંભ

જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં જોડાયા ,સરદાર વલ્લભભાઈ પટેલ તથા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

Kajal Barad by Kajal Barad
Aug 10, 2024, 04:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં જોડાયા ,સરદાર વલ્લભભાઈ પટેલ તથા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

હાઈલાઈટ્સ :

  • કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી તિરંગાયાત્રાનો કરાવ્યો પ્રારંભ
  • દેશની આઝાદીની લડાઈમાં ગુજરાતનું યોગદાન ખૂબ મોટું છે
  • અમૃતકાળમાં નાગરિકો દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા સંકલ્પ કરે
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની
  • વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા “મારી માટી મારો દેશ”, “તિરંગા યાત્રા” સહિતના અભિયાનોએ નાગરિકોમાં નેશન ફર્સ્ટની ભાવનાને પ્રબળ કરી છે
  • જન-જનમાં રાષ્ટ્રભક્તિ વધુ બળવત્તર બને તે માટે આરંભાયેલું આ મહાઅભિયાન ઘર-ઘર સુધી પહોચ્યું

રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ- ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત હર ઘર તિરંગા યાત્રા – ૨૦૨૪માં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. સૌ મહાનુભાવોએ સૌપ્રથમ રેસકોર્સ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ જનસભાને સંબોધી હતી.

કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાત તપસ્વી સંતો-મહંતો, સમાજ સુધારકો, સ્વાતંત્ર સેનાનીઓ, વીરોની ભૂમિ છે, જેની માટીમાંથી આપણને પ્રેરણા મળે છે. આ ભૂમિને હું નમન કરું છું. આ ભૂમિ આપણી આંતરિક ચેતનાને પ્રજ્જવલિત કરે છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી.કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આજે અહીં ચોમેર તિરંગો લહેરાઈ રહ્યો છે ત્યારે એ જોઈને આપણને આઝાદીના કાળખંડની યાદ આવે છે. આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન રહ્યું છે. ગુજરાતના મહાત્મા ગાંધી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને ક્યારેય ના ભુલાવી શકાય.

ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃતકાળમાં દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાનું સપનું જોયું છે અને તેને સાકાર કરવાની નેમ લીધી છે.તેમણે યુવાનોને અપીલ કરી હતી કે, આપણને આઝાદી સરળતાથી નથી મળી. હજ્જારો વીર-શહીદોએ બલિદાનો આપ્યા છે તથા લાખો પરિવારોએ પોતાના સુખ-ચેન ત્યાગીને દિવસ-રાત જોયા વિના મા ભારતીની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો. આ મહાનુભાવો અને આઝાદીના સંઘર્ષનો ઈતિહાસ આપણે યાદ રાખવો જોઈએ.
૯મી ઓગસ્ટ ૧૯૪૨ એ મહાત્મા ગાંધીજીએ “અંગ્રેજો હિન્દ છોડો”ની કરેલી હાકલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, આ આંદોલન જન-જનનો અવાજ બની ગયું હતું અને અંગ્રેજોને પડકાર આપ્યો હતો. એ પછી અનેક અનેક આંદોલનો ચાલ્યા અને દેશ આઝાદ થયો હતો.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશની આઝાદી માટે અનેક વીર જવાનો શહીદોએ પોતાના બલિદાનો આપ્યા છે, આજે અનેક સુરક્ષા જવાનો બોર્ડર પર ફરજ બજાવીને દેશની સરહદોને સુરક્ષિત રાખે છે. જેના કારણે આપણે શાંતિ અને સલામતીના વાતાવરણમાં જીવીએ છીએ. તો નાગરિક તરીકે આપણું પણ કર્તવ્ય છે કે, આ આઝાદીનો ઉપયોગ કરીને અમૃત કાળમાં ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા માટે આપણું શ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ લઈએ, એ જ તિરંગા યાત્રાની સફળતા ગણાશે.

તેમણે કહ્યું હતું કે, જ્યારે વિશ્વના મોટા દેશોની આર્થિક વ્યવસ્થાઓ કથળી રહી હતી ત્યારે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ હરણફાળ ભરીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. તિરંગા યાત્રામાં આપણે સૌ સંકલ્પ લઈએ કે દેશને આગામી ૩૦ વર્ષમાં વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશે સાધેલા વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ઓટો-મોબાઈલના ક્ષેત્રમાં ભારત જાપાનને પાછળ છોડીને ત્રીજા ક્રમનો અગ્રણી દેશ બની ગયો છે. તો આજે મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત ૯૭ ટકા મોબાઈલનું ઉત્પાદન ભારતમાં થાય છે. એક સમયે સંરક્ષણ સંસાધનો વિદેશથી આયાત કરવા પડતા હતા પરંતુ આજે ભારત દેશ બુલેટ પ્રુફ જેકેટ સહિતના સાધનોનો વિદેશમાં નિકાસ કરતો થઈ ગયો છે. ઉપસ્થિત યુવા પેઢી તથા ભાવિ પેઢીને આહવાન કરતાં તેમણે કહ્યું હતું કે, દેશને વિકસિત બનાવવામાં તમારા સૌનું યોગદાન ખૂબ મહત્વનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વને જનઆંદોલન બનાવવા દેશભરમાં “હર ઘર તિરંગા” યાત્રાનો વિચાર અમલમાં મુક્યો છે. દેશના ગૌરવ સમાન તિરંગાની ગરિમાને જાળવી રાખવાના અવસરમાં રાજકોટવાસીઓના અનેરા ઉત્સાહને બિરદાવતા તેમણે કહ્યું કે,”આપણો તિરંગો સૌ દેશવાસીઓને એકસૂત્રતામાં બાંધે છે. વડાપ્રધાન દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલા “મેરી માટી મેરા દેશ”, “આઝાદી કા અમૃત મહોત્સવ”, “તિરંગા યાત્રા” સહિતના અભિયાનોએ નાગરિકોમાં નેશન ફર્સ્ટની ભાવનાને પ્રબળ કરવામાં સફળતા મેળવી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં જન-જનમાં રાષ્ટ્રભક્તિ વધુ બળવત્તર બને તે માટે આરંભાયેલું આ મહાઅભિયાન હવે ઘર-ઘર સુધી પહોંચ્યું છે.

મુખ્યમંત્રીએ આ પાવન અવસરે સ્વરાજ મેળવવા માટે અગ્રીમ ભૂમિકા ભજવનારા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક વંદન કરતા ઉમેર્યું હતું કે, “રાષ્ટ્રીય ચેતનાના પ્રેરક એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દેશને સુરાજ્ય સાથે વિકસિત બનાવવા તરફ સતત આગળ વધી રહ્યા છે. મુખ્યમંત્રીએ આ યાદગાર પર્વમાં તમામ નાગરિકો રાષ્ટ્રભક્તિ સાથે સહયોગી બને તેવી શુભેચ્છાઓ આ તકે પાઠવી હતી. રાજકોટનાં મેયર નયનાબેન પેઢડીયાએ સંબોધનમાં કહ્યું હતું કે, નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રગટે અને દેશભાવના જાગૃત થાય તે હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન મુજબ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જનસભામાં મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઠાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું. અત્યારે દેશમાં એક પેડ માઁ કે નામ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સૌ મહાનુભાવોનું ફૂલ-છોડના કુંડાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જનસભા બાદ સૌ મહાનુભાવોએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તમામ મહાનુભાવો હાથમાં તિરંગો લઈને રેસકોર્સથી જયુબિલી ગાર્ડન સુધી જોડાયા હતા. જ્યાં મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ યાત્રાનું ઠેર ઠેર સંગીતની સુરાવલીઓ, પરંપરાગત નૃત્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂટ પરથી જ્યારે તિરંગા યાત્રા પસાર થઈ ત્યારે લોકોએ પુષ્પવૃષ્ટિ કરીને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો. તિરંગા યાત્રાના આરંભ પૂર્વે બહુમાળી ભવન ખાતે મુખ્ય સ્ટેજ ખાતે ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. કણબી રાસ, માંડવી, મણીયારો રાસ, બેડા નૃત્ય, પાંચાળનો ડોકા રાસ, નળકાંઠાના પઢારોનો મંજીરા રાસ, ડાંગી નૃત્ય, ઢાલ-તલવાર નૃત્ય, મિશ્રા રાસ, રાઠવા નૃત્ય છોટાઉદેપુર, માલધારીઓનો ગોફ રાસ, ગરબા, ચોરવાડનું ટિપ્પણી નૃત્યએ રંગત જમાવી હતી.

આ તકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરીયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી, સાંસદો સર્વશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, ડૉ. દર્શિતાબહેન શાહ, રમેશભાઈ ટીલાળા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા નીલુબહેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, અગ્રણીઓ ડૉ. ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, મોહનભાઈ કુંડારિયા, વિરેન્દ્રસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.તિરંગા યાત્રામાં રાજકોટ અનેક શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો, સામાજિક સેવા સંસ્થાઓ, વેપારી તથા ઉદ્યોગ સંગઠનો, કોલેજ તથા યુનિવર્સિટીના અધ્યાપકો તથા છાત્રો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

Tags: BhupendrapatelFlag HostingGujaratHarGharTiranga2024jpnaddaRajkotSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને સમર્થન આપવુ તર્કીને ભારે પડશે,જાણો ભારતીયો તુર્કીનો બહિષ્કાર કેવી રીતે કરી રહ્યા છે ?

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂરને લઈ ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પત્રકાર પરીષદના ચાર મહત્વના સંરક્ષણ બ્રીફિંગ્સ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.