વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 400 થી વધુ લોકો મરી ગયા હતા.
હાઈલાઈટ્સ :
- PM મોદીએ વાયનાડની મુલાકાતે
- PM મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું
- 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 400 થી વધુ લોકો મરી ગયા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. હવાઈ સર્વેક્ષણમાં વડાપ્રધાનની સાથે કેરળના સીએમ પિનરાઈ વિજયન પણ હાજર હતા. 30 જુલાઇના રોજ અહીં મોટા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 400 થી વધુ લોકો મરી ગયા હતા. આ વિસ્તારમાં હજુ પણ ઘણા લોકો ગુમ છે.
સર્વે દરમિયાન પીએમ મોદીએ ભૂસ્ખલનનું ઉદ્ગમ સ્થાન ઇરુવાઝિંજી પુઝા (નદી) જોયું. તેમણે પુંચીરીમટ્ટમ, મુંડક્કાઈ અને ચુરલમાલાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનો પણ સ્ટોક લીધો હતો.
હવાઈ સર્વેક્ષણ પછી, વડા પ્રધાને આપત્તિ પ્રભાવિત સ્થળોની મુલાકાત લીધી હતી અને બચાવ ટીમો પાસેથી ચાલી રહેલી સ્થળાંતર કામગીરી વિશે માહિતી લીધી હતી.
Kerala: Prime Minister Narendra Modi visits the landslide-affected area in Wayanad. He is being briefed about the evacuation efforts.
Governor Arif Mohammed Khan, CM Pinarayi Vijayan and Union Minister Suresh Gopi are also present. pic.twitter.com/5Tz7mUMPkZ
— ANI (@ANI) August 10, 2024
ભારતીય સેનાએ વાયનાડમાં 190 ફૂટ લાંબો બેઈલી બ્રિજ બનાવ્યો, જે ભારે મશીનરી અને એમ્બ્યુલન્સની અવરજવર માટે મહત્વપૂર્ણ છે. આ પુલનું નિર્માણ માત્ર 71 કલાકમાં પૂર્ણ થયું હતું, જેના કારણે ભારે વાહનો અને મશીનરીએ બચાવ કાર્યમાં ઘણી મદદ કરી હતી અને લગભગ 200 લોકોને બચાવી શકાયા હતા.
આ સિવાય કેન્દ્ર સરકારે રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે એક સમિતિની રચના કરી છે. આ ટીમ છેલ્લા બે દિવસથી વાયનાડમાં છે અને શનિવારે તેનો પ્રવાસ પૂર્ણ કરશે.
PM મોદીએ ભૂસ્ખલન પીડિત લોકોને મળી સાંત્વના આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયનાડ ભૂસ્ખલનની ઘટના બાદ રાહત શિબિરમાં આશરો લઇ રહેલા પીડિતો અને બચી ગયેલા લોકોને મળ્યા હતા અને તેમને સાંત્વના આપી હતી. ડોક્ટરોની ટીમ સાથે પણ તેમણે વાતચીત કરી હતી. આ પહેલા તેમણે ભૂસ્ખલન વિસ્તારનું હવાઇ નિરિક્ષણ કર્યુ હતું. ત્યારબાદ ભૂસ્ખલન વિસ્તારની મુલાકાત લઇ સૈન્ય અધિકારી પાસેથી વિસ્તૃત માહિતી મેળવી અને કેટલાક સૂચનો કર્યા હતા.
#WATCH | Kerala: Prime Minister Narendra Modi along with CM Pinarayi Vijayan visit the hospital to meet and interact with the victims and survivors of the landslide in Wayanad.
(Source: DD News) pic.twitter.com/U9Ca06D725
— ANI (@ANI) August 10, 2024
સંકટમાં અમે તમારી સાથે છીએ: વડાપ્રધાન
PM મોદીએ વાયનાડથી કહ્યું કે, ભારત સરકાર, દેશ આ સંકટમાં પીડિતોની સાથે છે. હું તમામ પીડિતો, પરિવારોને ખાતરી આપું છું કે અમે આ સંકટમાં તમારી સાથે છીએ. સરકારી નીતિ નિયમો હેઠળ સહાય અપાઇ છે. વધુ રકમ આપવાનો પ્રયાસ કરીશું. કેન્દ્ર સરકાર કેરળ સરકાર સાથે ઉભી રહેશે. નાના બાળકો, પોતાના સ્નેહીજનોને ગુમાવનાર માટે લાંબા ગાળાની યોજના બનાવવાનું નક્કી કર્યું છે. 1979માં ગુજરાતમાં મોરબીમાં ડેમ દુર્ઘટના વખતે શહેરમાં પાણી ઘૂસ્યું હતું. 2500થી વધુ લોકોને અસર થઈ. મેં તે સમયે સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું. આવી દુર્ઘટનાના સંજોગો હું સારી રીતે જાણું છું. કેન્દ્ર કોઈ કસર છોડશે નહીં. અમારા તરફથી સંપૂર્ણ સહકાર રહેશે.
Kerala: Prime Minister Narendra Modi visited the hospital to meet and interact with the victims and survivors of the landslide in Wayanad. pic.twitter.com/6BKb8TEtlI
— ANI (@ANI) August 10, 2024