હાઈલાઈટ્સ :
- હિંડનબર્ગના રિપોર્ટને લઈ દેશમા ફરી રાજકારણ ગરમાયુ
- ભાજપના રાહુલ ગાંઘીના શેર બજાર પરના નિવેદન પર સવાલ
- વિપક્ષે હિંડનબર્ગના આરોપોની તપાસ માટે JCP ની માંગ કરી
- આપણી અર્થવ્યવસ્થામાં વિશ્વાસને તોડવાનો આ પ્રયાસ : ભાજપ
- વિદેશી રિપોર્ટ આધારે ભારતીય શેર બજાર પર આશંકા યોગ્ય ? : ભાજપ
હિંડનબર્ગના સેબી અને અદાણી ગૃપ પરના આરેપો બાદ દેશમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે.જેમા ખાસ કરીને શેર બજાર પર કોંગ્રેસ નેતા અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિદનને લઈ ભારતીય જનતા પાર્ટી આકરા પાણીએ જોવા મળે છે.
હાલમાં જ સેબી અને અદાણી ગૃપ પરના હિંડનબર્ગના રિપોર્ટ બાદ હાલ દેશનુ રાજકારણ ગરમાયુ છે.જેમાં લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયાને લઈ ભારતીય જનતા પાર્ટી આક્રમક મૂડમા જોવા મળે છે.હિંડનબર્ગના રિપોર્ટના આધારે ભારતીય શેર બજારની અખંડિતતા પર સવાલ ઉઠાવવા પર રાહુલ ગાંધી સામે નિશાન સાધ્યુ હતુ.
ભાજપ નેતા શહઝાદ પૂનાવાલાએ સોશિયલ મિડિયા પોસ્ટમા કહ્યું કે,”હિંડનબર્ગના આવા રિપોર્ટના આધારે ભારતીય અર્થવ્યવસ્થામાં ગભરાટ પેદા કરવો,જેની સામે અમેરિકામાં પણ નિરાશાનો મામલો ચાલી રહ્યો છે,જે સંપૂર્ણ જુઠ્ઠાણું છે.” જ્યારે અગાઉ આવેલા રિપોર્ટને કચરાપેટીમાં ફેંકવાનું કામ પણ સુપ્રીમ કોર્ટે કર્યું હતું.તો આજે રાહુલ ગાંધી અને તેમનું જૂથ સુપ્રીમ કોર્ટ પર સવાલો ઉઠાવે છે?.જ્યારે પણ સંસદનું સત્ર ચાલે છે આસપાસ આવે છે,આ લોકો વિદેશી રિપોર્ટ લઈને આવે છે અને તેના વિશે મુદ્દો ઉઠાવવામાં આવે છે.તેમના નેતાઓ કહે છે કે ભારતની સ્થિતિ બાંગ્લાદેશ જેવી હોવી જોઈએ.તો શું ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે?
તો વળી ભાજપ નેતા અમિત માલવિયએ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યુ કે વિપક્ષના નેતા ખુલ્લમ ખુલ્લા ભારતીય શેર બજારની વાસ્તવિકતા પર સંદેહ પેદા કરી રહ્યા છે.ત્યારે સવાલ એ છે કે એક વિદેશી રિપોર્ટના આધારે ભારતીય શેર બજાર પર આશંકા કેટલે અંશે યોગ્ય કહેવાય તેમ પણ તેમણે જણાવ્યુ છે.તેમણે એમ પણ ભાર પૂર્વક કહ્યુ કે આપણી અર્થવ્યવસ્થામાં વિશ્વાસને તોડવાનો આ નિર્લજ્જ પ્રયાસ છે અને રાહુલ ગાંધીનો અસલી ઈરાદો તેમા ઉજાગર થાય છે.
SORCE : નવ ભારત ટાઈમ્સ