હાઈલાઈટ્સ :
- પતંજલિ ભ્રામક જાહેરાત મામલે યોગ ગુરૂ રામદેવને રાહત
- સુપ્રીમ કોર્ટ તરફથી બાબા રામદેવ અને બાલકૃષ્ણને રાહત
- પતંજલિ ભ્રામક જાહેરાત અંગે માનહાનિ કેસ કોર્ટે બંધ કર્યો
- પતંજલિ લિ.ના માફીનામાનો સર્વોચ્ચ અદાલતે સ્વિકાર કર્યો
- સુપ્રીમ કોર્ટે બાંયધરીઓના આધારે કાર્યવાહી બંધ કરી દીધી
પતંજલિ ભ્રામક જાહેરાત મામલામા યોગ ગુરૂ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે.જેમાં કોર્ટે આ અંગેનો માનહાનિ કેસ બંધ કર્યો છે.
યોગ ગુરૂ બાબા રામદેવ તેમજ પતંજલિ આયુર્વેદ લિ.ના MD આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે.સર્વોચ્ચ અદાલતે ભ્રામક જાહેર ખબર કેસમા બાબા રામદેવ તેમજ તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ આયુર્વેદ લિ.દ્વારા માંગવામા આવેલ માફીનામાનો આજે મંગળવારે સ્વિકાર કર્યો.
યોગ ગુરુ રામદેવ,બાલકૃષ્ણ અને પેઢીનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ ગૌતમ તાલુકદારે જણાવ્યું હતું કે,”કોર્ટે રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ દ્વારા આપવામાં આવેલા બાંયધરીઓના આધારે કાર્યવાહી બંધ કરી દીધી છે.”
સુપ્રીમ કાર્ટે 14 મે ના ભ્રામક જાહેરાત કેસમા યોગ ગુરૂ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ તેમજ પતંજલિ આયુર્વેદ લિમિટેડને જારી કરેલ તિરસ્કારની નોટીસ પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
– જાણો શું છે સમગ્ર કેસ
પતંજલિે વર્ષ 2021 મા કોરોનિલ નામક દવા લોન્ચ કરી હતી.આ દવા વિષે દાવો કરવામાં આવ્યો હતો કે તે કોરોના વાયરસનો આલાજ કરી શકે છે.પતંજલિએ આવો પણ દાવો કર્યો હતો કે કોરોનિલને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઈઝેન તરફથી પ્રમાણપત્ર મળ્યુ છે.જોકે ઈન્ડિયન મેડિકલ ઓસોસિએશન એટલે કે IMA એ તેને હળાહળ જુઠ્ઠાણુ ગણાવ્યુ હતુ અને ઓગસ્ટ 2022 મા IMA એ પતંજલિ સામે અરજી દાખલ કરી હતી.
હકીકતમાં પતંજલિએ એક જાહેરાતમાં દાવો કર્યો હતો કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, થાઈરોઈડ, લિવર સિરોસિસ, આર્થરાઈટિસ અને અસ્થમાથી પીડિત લોકો પતંજલિની દવાઓથી ઠીક થયા છે.પતંજલિ આયુર્વેદ લિમિ઼ટેડે ગત વર્ષ 21 નવેમ્બરે સુપ્રીમ કોર્ટને એવી ખાતરી આપવામા આવી હતી કે તે કોઈ પણ કાયદાનુ ઉલ્લંઘન નહી કરે,ખાસ કરીને તેના ઉત્પાદ તેમજ માર્કેટિંગ ઉત્પાદનોના જાહેરાત કે બ્રાન્ડિંગ સંબંધિત કાયદાનો ભંગ નહી કરે.
આ ઉપરાંત,ઔષધીય અસરો અથવા કોઈપણ તબીબી પ્રણાલી વિરુદ્ધ કોઈ પણ આકસ્મિક નિવેદન કોઈપણ સ્વરૂપે મીડિયાને જાહેર કરવામાં આવશે નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પતંજલિ આયુર્વેદ આ ખાતરીથી બંધાયેલ છે.
SORCE : NDTV,આજતક ન્યૂઝ