હાઈલાઈટ્સ :
- જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની 10 વર્ષ બાદ યોજાશે વિધાનસભા ચૂંટણી
- જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે
- હરિયાણામા પણ 90 વિધાનસભા ચૂંટણીમાટે પણ જાહેરાત
- જમ્મુ- કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી
- 18 ,25 સપ્ટેમ્બર અને 1લી ઓક્ટોબરના રોજ યોજાશે ચૂંટણી
- હરિયાણામાં એક તબક્કામાં 1લી ઓક્ટોબરના રોજ યોજાશે ચૂંટણી
- બંને રાજ્યોની મતગણતરી એક જ દિવસે 4 ઓક્ટોબરના રોજ થશે
- ભારતીય ચૂંટણી પંચે દિલ્હીથી બંને રાજ્યો માટે કર્યુ તારીખોનું એલાન
- 370 કલમ નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમા આ પહેલી ચૂંટણી હશે
જમ્મુ-કાશ્મીરમાં આખરે 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે.તેની સાથે જ હરિયાણા વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.ભારતીય ચૂંટણી પંચે આજે શુક્રવારે પત્રકાર પરિષદ યોજીને આ બંને રાજ્યો માટે ચૂંટણીની તારીખોનુ એલાન કર્યુ હતુ.નોંધનિય છે કે 370 કલમ નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમા આ પહેલી ચૂંટણી હશે.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં જ્યારે હરિયાણામાં એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે.જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો અહીં 18 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું,25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનુ તો 1લી ઓક્ટોબરે ત્રીજા તબક્કાનું મતદાન થશે.સાથે જે હરિયાણા વિધાનસભા માટે એક જ તબક્કામાં 1લી ઓક્ટોબરના રોજ મતદાન થશે.તો બંને વિધાનસભામાં 90-90 વિધાનસભા બેઠકો માટે મતદાન અને બંને રાજ્યોમાં મતગણતરી 4 ઓક્ટોબરના રોજ થશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરમાં કુલ 90 મતદારક્ષેત્રો છે જેમાંથી 74 સામાન્ય, 9 ST અને 7 SC બેઠકોછે.તો કુલ મતદારોની સંખ્યા 87.09 લાખ છે જેમાંથી 44.46 લાખ પુરૂષ હશે અને 42.62 લાખ મહિલા મતદારો હશ.જમ્મુ અને કાશ્મીરમાં યુવા મતદારોની સંખ્યા 20 લાખ છે.”
તો વળી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “હરિયાણામાં કુલ 90 મતવિસ્તાર છે જેમાંથી 73 સામાન્ય, ST બેઠકો નથી અને SC બેઠકો 17 છે.તો વળી કુલ મતદારોની સંખ્યા 2.01 કરોડ છે,જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 1.06 કરોડ છે,તો મહિલા મતદારોની સંખ્યા 0.95 કરોડ છે.”
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરમાં પક્ષોએ બીજી વિનંતી કરી હતી કે તેમના તમામ ઉમેદવારો અને પક્ષના અધિકારીઓને સમાન સુરક્ષા મળવી જોઈએ જેથી કરીને કોઈને ઓછી સુરક્ષા ન મળે.અમે આ અંગે દિશા-નિર્દેશ લીધા છે.સૂચના આપવામાં આવી છે કે તમામ ઉમેદવારોને સુરક્ષા મળવી જોઈએ.”
જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “ગયા વખતે મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ હતી.તે સમયે જમ્મુ અને કાશ્મીર કોઈ પરિબળ નહોતું, પરંતુ આ વખતે આ વર્ષે 4 ચૂંટણી છે અને તરત જ આ પછી 5મી ચૂંટણી છે,જેમાં જમ્મુ-કાશ્મીર,હરિયાણા,મહારાષ્ટ્ર,ઝારખંડ અને દિલ્હી સામેલ છે,સુરક્ષા દળોની જરૂરિયાતને આધારે અમે એકસાથે બે ચૂંટણીઓ યોજવાનું નક્કી કર્યું છે.બીજું પરિબળ એ છે કે ત્યાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે અને ઘણા તહેવારો પણ આવી રહ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “હું જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે એક પંક્તિ કહેવા માંગુ છું.કે
“लम्बी कतारों में छुपी है, बदलते सूरत-ए-हाल, यानी जम्हूरियत की कहानी।
रोशन उम्मीदें, अब ख़ुद करेंगी गोया, अपनी तकदीरें बयानी |
जम्हूरियत के जश्न में, आपकी शिरकत, दुनिया देखेगी नापाक इरादों के शिकस्त की कहानी।”
#WATCH दिल्ली: मुख्य चुनाव आयुक्त राजीव कुमार ने कहा, "मैं जम्मू कश्मीर के युवाओं के लिए एक लाइन कहना चाहता हूं…लम्बी कतारों में छुपी है, बदलते सूरत-ए-हाल, यानी जम्हूरियत की कहानी। रोशन उम्मीदें, अब ख़ुद करेंगी गोया, अपनी तकदीरें बयानी | जम्हूरियत के जश्न में, आपकी शिरकत,… pic.twitter.com/06TaztRTck
— ANI_HindiNews (@AHindinews) August 16, 2024
કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીરે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પર કહ્યું, “હું તેનું સ્વાગત કરું છું. ક્યારેય કરતાં મોડું સારું.તેની ઘણી રાહ જોવાઈ રહી હતી.આજે ત્રણ તબક્કાની ચૂંટણીની જાહેરાત,મને લાગે છે કે લોકશાહીમાં ” જમ્મુ અને કાશ્મીરના લોકો માટે ખૂબ જ ખુશીનો દિવસ. લોકોને હવે એક સારી પાર્ટી, સારા લોકોને ચૂંટવાની તક મળશે, જે ગૃહમાં રાજ્યની પુનઃસ્થાપના માટે તેમની લડાઈ ચાલુ રાખશે.”
તો KNC નેતા ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પર કહ્યું, “દેર આયે દુરસ્ત આયે, ચૂંટણી પંચે ત્રણ તબક્કામાં મતદાનની જાહેરાત કરી છે. હું, નેશનલ કોન્ફરન્સ વતી, હું ઈચ્છું છું કે કહે છે કે અમે આ માટે પહેલેથી જ તૈયારી કરી રહ્યા હતા ચૂંટણી પંચે મુક્ત અને ન્યાયી મતદાન પર ભાર મૂક્યો છે.
જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રભારી તરુણ ચુગે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પર કહ્યું, “આ એક આવકારદાયક પગલું છે… ભાજપ ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કરે છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીના મજબૂત નેતૃત્વને અમિત શાહની દૂરંદેશી વિચારસરણીના કારણે જમ્મુ-કાશ્મીરને અનુચ્છેદ 370માંથી આઝાદી મળી છે. જમ્મુ-કાશ્મીર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.
sorce : હિન્દુસ્તાન સમાચાર