હાઈલાઈટ્સ :
- કર્ણાટકના મૈસૂર MUDA જમીન અધિગ્રહણ ભ્રષ્ટાચારનો મામલો
- મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવા રાજ્યપાલની મંજૂરી
- પત્ની,પુત્ર અને મુડાના આયુક્ત સામે પણ કેસ ચલાવવા માંગ
- ફરિયાદીઓની એંટી કરપ્શન એક્ટ હેઠળ કેસ ચલાવવા માંગ
- કથિત જમીન ગોટાળામા સિદ્ધારમૈયા ખૂબ ખરાબ રીતે ફસાયા
MUDA ભ્રષ્ટાચાર મામલે કર્ણાટકના મુખ્યમંત્રી સામે કેસ ચલાવવા રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે.ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા,તેમની પત્ની,પુત્ર અને મુડાના આયુક્ત સામે કેસ ચલાવવાની માંગ થઈ હતી.
કર્ણાટકના મૈસૂર વિકાસ પ્રાધિકરણ એટલે કે MUDA ( મુડા ) મા કથિત ભૂમિ અધિગ્રહણ ગોટાળા મામલે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ફસાઈ ગયા છે.આ મામલામાં રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે રાજ્ય કેબિનેટને કેસ ચલાવવા મંજૂરી આપી દીધી છે
26 જુલાઈના રોજ,કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે એડવોકેટ-કાર્યકરની અરજીના આધારે ‘કારણ બતાવો નોટિસ’ જારી કરી હતી,જેમાં મુખ્યપ્રધાનને તેમના પર લાગેલા આરોપોનો જવાબ આપવા અને શા માટે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તે સમજાવવા નિર્દેશ કર્યો હતો.
1લી ઓગસ્ટના રોજ કર્ણાટક સરકારે રાજ્યપાલને મુખ્ય પ્રધાનને આપવામાં આવેલી કારણ બતાવો નોટિસ પાછી ખેંચવાની સલાહ આપી હતી.તેમણે રાજ્યપાલ પર બંધારણીય પદના ઘોર દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.
આ સમગ્ર મામલે રાજ્યપાલે કાયદા નિષ્ણાંતોની સલાહ લીધી હતી,આ મામલામાં ફરિયાદીઓએ એંટી કરપ્શન એક્ટ 1988 ની કલમ 17 અને 19 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની ધારા 218 અંતર્ગત રાજ્યપાલ સમક્ષ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવા મંજૂરી માગી હતી.ફરિયાદીઓની ઓળખ એંટી કરપ્શન એક્ટિવિસ્ટ અનેક લોકો છે.મળી રહેલી માહિતી મુજબ ગેરકાયદેસર ફાળવણી કારણે સરકારી તિજોરીને રૂપિયા 45 કરોડનું નુકસાન થયું છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા,તેમની પત્ની,પુત્ર અને MUDA ના કમિશનર સામે કેસ ચલાવવાની માંગ કરવામાં આવી હતી.બીજી તરફ કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકાર રાજ્યપાલ સામે શાસનને અસ્થિર કરવનો આરોપ લગાવી રહી છે.
– શું છે સમગ્ર મામલો
મહત્વનુ છે કે MUDA ની જે રાજ્ય સ્તરની વિકાસ એજન્સી છે,જેનો હેતુ શહેરી અને ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો છે.50:50 નામની આ યોજનામાં,જેમણે તેમની જમીન ગુમાવી હતી તે તમામ વિકસિત જમીનના 50 ટકા હકદાર હતા. આ યોજના 2020 માં ભારતીય જનતા પાર્ટી સરકારના કાર્યકાળમાં બંધ કરવામા આવી હતી.નોંધનિય છે કે આ યોજનાને 2009 મા
લાગુ કરવામા આવી હતી.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર MUDA દ્વારા અધિગ્રહિત જમીનનો એક ટુકડો પોતાની પત્નીના નામે બદલવાનો આરોપ છે.નોંધનીય છે કે તેમની પત્નીને મૈસુરના એક પોશ વિસ્તારમાં જમીન આપવામાં આવી હતી અને જેની બજાર કિંમત તેમની પોતાની જમીન કરતા ઘણી વધારે છે. તાજેતરમાં જ ભાજપે આ મામલે સીએમના રાજીનામાની માંગ સાથે બેંગલુરુથી મૈસુર સુધી કૂચ પણ કાઢી હતી.
SORCE : પાંચજન્ય