હાઈલાઈટ્સ :
- કર્ણાટકમાં મૈસૂર MUDA કથિત જમીન કૌભાંડનો મામલો
- કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલી વધુ ઘેરી બની
- સમગ્ર કૌભાંડને લઈ ભાજપે CM સિદ્ધારમૈયાનુ રાજીનામુ માંગ્યુ
- કૌભાંડ મામલે ભારતીય જનતા પાર્ટીની સ્વતંત્ર તપાસની માંગ
- સાંસદ ડો.સંબિત પાત્રા-સાંસદ તેજસ્વી સૂર્યાના પત્રકાર પરિષદ
- કોંગ્રેસના મુખ્યમંત્રીનું આ જમીન કૌભાંડ મામુલી નથી : ભાજપ
કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કથિત MUDA કૌભાંડમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપ્યા બાદ હવે મુખ્યમંત્રી સિદ્ધારમૈયીની મુશ્કેલીઓ વઘુ ઘેરી બની છે.કારણ કે આ મામલે ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રીનું રાજીનામું માંગ્યું છે.
કર્ણાટકમા મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે MUDA કથિત જમીન કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ દાખલ કરવામા આવશે.શનિવારે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આ કેસ દાખલ કરી તેમાં તપાસ કરવાની મંજૂરી આપી દીધી છે.આ કૌભાંડમા મુખ્યમંત્રી સિદ્ધારમેયા સામે કેસ દાખલ કરવાની મંજૂરી બાદ હવે તેમની મુશ્કેલી વધુ ઘેરી બની છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તેમના રાજીનામાની માંગ કરી છે.
ભાજપનો આરોપ છે કેસમગ્ર મામલમાં વર્ષ 1998 થી લઈ વર્ષ 2023 સુધી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજ્યમાં પ્રભાવશાળી અને મહત્વના પદો પર રહ્યા છે.અને તેથી તેમણે પોતોના હોદ્દાનો દુરૂપયોગ કરીને તેમના પરીવારને ફાયદો કરાવ્યો છે.
આ અંગે ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરીષદ યોજી જેમાં ભાજપના સાંસદ અને પ્રવક્તા ડો.સંબિત પાત્રા તેમજ સાંસદ તેજસ્વી સૂર્યાએ આ સમગ્ર મામલાને ગંભીર ગણાવ્યો અને સ્વતંત્ર તપાસના પણ માગ કરી સાથે જ ભાજપે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ પણ કરી હતી.
ડો. સંબિત પાત્રાએ જણાવ્યુ કે કોંગ્રેસ સાશિત રાજ્ય સરકારનું આ કૌભાંડનું સ્વરૂપ ખૂબ મોટુ છે.સિદ્ધારમૈયાએે જમીન કૌભાંડ કરીને તેમના પરીવારને ઘણો મોટો ફાયદો કરાવ્યો છે.ત્યારે તપાસમાં ઘણો મોટો પર્દાફાશ થશે.
તો વળી સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યુ કે સિદ્ધારમૈયાની પત્નીને મૈસૂરના સૌથી મોંઘા ગણાતા વિસ્તારમાં 14 જગ્યાઓ ફાળવાઈ તો તેમના પુત્ર જે MUDA કાઉન્સિલના સભ્ય પણ હતા ત્યારે આ નિર્ણય લેવાયો હતો.તો સિદ્ધારમૈયા જ્યારે ઉપ મુખ્યમંત્રી હતા ત્યારે જમીનની ઓળખ કરવામા આવી હતી.તો જ્યારે તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની પત્નીએ MUDA પાસેથા વળતર માટે અરજી કરી અને દરખાસ્ત પસાર કરવામા આવી આ પ્રકારે આ કૌભાંડ મામુલી નથી.તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.
SORCE : હિન્દુસ્તાન સમાચાર