હાઈલાઈટ્સ :
- આર.જી.કાર મેડિકલ કોલેજ મહિલા ડોક્ટર દુશ્કર્મ-હત્યા કેસ
- ગેંગ રેપ પીડિતા નિર્ભયાના માતા CM મમતા બેનર્જી પર ભડક્યા
- મમતા બેનર્જી સરકારી પર કાયદો- વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલો
- મમતા બેનર્જી પરિસ્થિતિને સંભાળવામાં સંપૂર્ણ નિષ્ફળ : નિર્ભયાના માતા
- મમતાએ નૈતિકતાના ધોરણે રાજીનામુ આપી દેવુ જોઈએ : નિર્ભયાના માતા
- રેલી યોજી મમતા બેનર્જીનો લોકોનુ ધ્યાન ભટકાવવા પ્રયાસ : નિર્ભયાના માતા
પશ્ચિમ બંગળમાં કોલકાતા આર.જી.કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલના મહિલા ડોક્ટર પર દુશ્કર્મ બાદ હત્યાના ચકચારી ભર્યા કેસને લઈ નિર્ભયાના માતા મમતા બેનર્જી પર બરાબરના ભડક્યા છે.
કોલકાતા આર.જી.કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલના મહિલા ડોક્ટર પર દુશ્કર્મ બાદ હત્યાના ચકચારી ભર્યા કેસને લઈ દેશભરમાં રાજ્યના મમતા બેનર્જી સરકારી પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલો ઉઠ્યા છે.એટલુ જ નહી પણ કોલકત્તા હાઈકોર્ટે પણ રાજ્યની મમતા સરકારને આ બાબતે નિષ્ફળ ગણાવી છે.
આ બધા વચ્ચે વર્ષ 2012 ની દિલ્હી ગેંગરેપ પિડિતા નિર્ભયાન માતા મમતા બેનર્જી પર ગુસ્સે થયેલા જોવા મળ્યા હતા.તેમણે કહ્યુ કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ કેસમાં સમસ્ત પરિસ્થિતિને સંભાળવામાં સંપૂર્ણનિષ્ફળ રહ્યા છે.અને તેથી જ તેમણે નૈતિકતાના ધોરણે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દેવુ જોઈએ.
આ ઉપરાંત તેમણે બંગાળની મમતા સરકાર પર સમગ્ર કેસને લઈ વિરોધ પ્રદર્શન કરી લોકોનુ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરાયાનો આરોપ પણ લગાવ્યો હતો.નોંધનિય છે કે મમતા બેનર્જીએ કોલકાતામાં એક કેન્ડલ માર્ચ રેલી યોજીને રેપ કેસમાં દોષિતોને ફાંસીની સજાની માગ કરી હતી.ત્યારે નિર્ભયાના માતાએ કરેલા આરોપો પર નજર કરીએ તો ….
– મમતા બેનર્જીનો લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ
નિર્ભયાની માતા આશા દેવીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર વિરોધ પ્રદર્શન કરીને લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. નોંધનિય છે કે મમતા બેનર્જીએ કોલકાતામાં રેલી યોજી જેમાં રેપ કેસમાં દોષિતોને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી હતી.
– મુખ્યમંત્રી મમતા બેનર્જી સત્તાનો ઉપયોગ નથી કરી કરી રહ્યા
નિર્ભયાના માતા આશાદેવીએ કહ્યુ કે દોષિતો સામે કાર્યવાહી કરવામા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતીની સત્તાનો ઉપયોગ કરી રહ્યા નથી.અને તેને બદલે તેઓ જનતાને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરી રહ્યા છે.
– દોષિતો સામે કડક હાથે કામગીરી નથી થઈ
વધુમાં આશાદેવીએ કહ્યુ કે મમતા બેનર્જી પોતે પણ એક મહિલા છે અને તેમા પણ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.તેમ છતા ગુનેગારો સામે યોગ્ય પગલા લેવામાં તેઓ તદ્દન નિષ્ફળ રહ્યા છે તેથી તેમણે પોતાના પદ પરથી તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ.
– આખરે ક્યાં સુધી દેશમાં ક્રૂરતાઓ થતી રહેશે
નિર્ભયાના માતા આશાદેવીએ વધુમાં જણાવ્યુ કે જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારો દુશ્કર્મીઓને ન્યાયિક રીતે કોર્ટ થકી ઝડપી સજા અપાવવા માટે ગંભીર નહી થાય ત્યાં સુધી આ દેશમાં આવી ક્રૂરતાઓ વારંવાર થતી રહેશ તેમણે કહ્યુ જ્યારે કોલકાતાની મેડિકલ કોલેજમાં છોકરીઓ સુરક્ષિત નથી અને તેમની સાથે આ પ્રકારની ક્રૂરતા કરવામાં આવે છે ત્યારે દેશમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ સમજી શકાય છે.
SORCE : જાગરણ