હાઈલાઈટ્સ
- વિધાનસભા ચૂંટણી પહેલા ઝારખંડમાં રાજકીય સળવળાટ
- પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન કોઈ નવા-જૂની કરવાના મૂડમા
- પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન 6 ધારાસભ્યો સાથે દિલ્હીની વાટે
- ભાજપના ટોચના નેતાઓને મળી શકે તેવી અટકળોની ચર્ચા
- ચંપાઈ સોરેનની ગતિવિધિથી રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો
ઝારખંડ સરકાર પર મુશ્કેલીના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે,કારણ કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન કોઈ નવા-જૂની કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
તેમાં ફરી રાજકીય ગરમાવો વધી ગયો છે.રાજ્યના પૂર્વ સીએમ ચંપાઈ સોરેન પોતાના 6 ધારાસભ્યો સાથે દિલ્હી જવા રવાના થઈ ગયા છે.સૂત્રોના અનુસાર ચંપાઈ સોરેન ભાજપના ટોચના નેતાઓને મળી શકે છે.એવી અટકળો પણ છે કે તેઓ ભાજપ હેડક્વાર્ટર ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. તેમની સાથે તમામ 6 ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે.
નોંધનિય છે કે ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે JMM તેના 6 ધારાસભ્યોનો સંપર્ક કરી શકતું નથી. JMMના વિધાનસભ્યોના નામો જેમના નેતૃત્વનો સંપર્ક થઈ શકતો નથી તેમાં દશરથ ગગરાઈ,રામદાસ સોરેન,ચમરા લિન્ડા, લોબિન હેમ્બ્રોમ,સમીર મોહંતીનો સમાવેશ થાય છે.
આ પહેલા ચંપાઈ સોરેન ગઈકાલે રાત્રે કોલકાતાની પાર્ક હોટલમાં રોકાયા હતા.જ્યાં તેઓ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને પણ મળ્યા હતા અને આજે તેઓ સવારની ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા.જોકે તમને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે શનિવારે ચંપાઈએ ભાજપમાં જોડાવાની અટકળોને ફગાવી દીધી હતી.પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મારી પાસે અટકળો અંગે કોઈ માહિતી નથી.
વાસ્તવમાં ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે જ્યારથી ચંપાઈને સીએમ પદ પરથી હટાવવામાં આવ્યા છે ત્યારથી તેઓ નારાજ છે.તમને જણાવી દઈએ કે હેમંત સોરેન ક્યારે જેલમાં ગયા હતા.ત્યારબાદ તેમણે સરકારની જવાબદારી ચંપાઈ સોરેનને સોંપી.પરંતુ જેલમાંથી પાછા આવ્યા બાદ તેઓ ફરીથી સીએમ બન્યા અને ચંપાઈ સોરેનને ખુરશી છોડવી પડી હતી.
જોકે ચંપાઈ સોરેને તેમની પક્ષ બદલવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી. તેમણે દિલ્હી એરપોર્ટ પર મીડિયાને કહ્યું કે અમે અત્યારે જ્યાં છીએ ત્યાં છીએ.આ સિવાય ચંપાઈ સોરેને કહ્યું કે તે કોઈ અંગત કામ માટે આવ્યો હતો.તેમણે એમ પણ જણાવ્યું કે તે પોતાની દીકરીને મળવા દિલ્હી આવ્યા છે.તમને જણાવી દઈએ કે,છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે સોરેન પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે ભગવા પાર્ટીમાં જોડાઈ શકે છે.