હાઈલાઈટ્સ :
- લેટરલ એન્ટ્રી પર કેન્દ્ર સરકારે લીધો યુ-ટર્ન
- UPSCને પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો
- ડૉ.જિતેન્દ્ર સિંહે UPSCને પત્ર લખી કર્યો નિર્દેશ
- PM નરેન્દ્ર મોદીની સૂચના પર ભરતીની જાહેરાત રદ્
લેટરલ એન્ટ્રીને લઈને વધી રહેલા વિવાદ બાદ કેન્દ્રની મોદી સરકારે સીધી ભરતીની જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. પીએમ નરેન્દ્ર મોદીની સૂચના પર, ભરતીની જાહેરાતને રદ કરવા માટે કહેવામાં આવ્યું છે.
પર્સોનલ મિનિસ્ટર ડૉ.જિતેન્દ્ર સિંહે UPSCને પત્ર લખીને સીધી ભરતી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.લેટરલ એન્ટ્રીને લઈને વધી રહેલા વિવાદ બાદ કેન્દ્રની મોદી સરકારે સીધી ભરતીની જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. પીએમ નરેન્દ્ર મોદીની સૂચના પર ભરતીની જાહેરાતને રદ કરવા માટે કહેવામાં આવ્યું છે.આ સંદર્ભે ડો.જિતેન્દ્ર સિંહે UPSCને પત્ર લખીને સીધી ભરતી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.
ડો.જિતેન્દ્ર સિંહે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના વડા પ્રીતિ સુદાનને મોકલેલા પત્રમાં કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સેવામાં અનામતના સમર્થક છે.આપણી સરકાર સામાજિક ન્યાયને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે 17મી ઓગસ્ટે UPSC દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યાઓની સમીક્ષા કરો અને તેને રદ કરો.
નોંધનિય છે કે ગત સપ્તાહે 17 ઓગસ્ટે UPAC એ લેટરલ એન્ટ્રી દ્વારા 45 જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર લેવલની ભરતીઓ બહાર પાડી હતી.આ યોજનામાં,તે કોર્પોરેટ કર્મચારીઓ કે જેમની પાસે UG ડિગ્રી છે અને સંબંધિત પોસ્ટ અને સેક્ટરમાં ઓછામાં ઓછા 15 વર્ષ સુધી કામ કર્યું છે.આ યોજનામાં અરજી કર્યા પછી, લોકોને તેમના અનુભવના આધારે પસંદ કરવામાં આવે છે અને પછી તેમનો ઇન્ટરવ્યુ લેવામાં આવે છે,ત્યારબાદ ઇન્ટરવ્યુ પાસ કરનારા વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવે છે.
પરંતુ આમાં અનામતની કોઈ જોગવાઈ નહોતી.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે લેટરલ એન્ટ્રી દ્વારા મહત્વપૂર્ણ પદો પર ભરતી કરીને SC, ST અને OBC વર્ગો માટે અનામત ખુલ્લેઆમ છીનવાઈ રહી છે.
સપાના વડા અખિલેશ યાદવ અને બસપાના વડા માયાવતીએ પણ લેટરલ એન્ટ્રીને દલિતો અને પછાત વર્ગો સાથે અન્યાય ગણાવ્યો હતો.પોતાનું સ્ટેન્ડ રજૂ કરતી વખતે સરકારે લેટરલ એન્ટ્રી પર કોંગ્રેસ સરકારના જમાનાની પણ યાદ અપાવી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાનો મનમોહન સિંહ અને મોન્ટેક સિંહ આહલુવાલિયાના ઉદાહરણ આપ્યા. સરકારે કહ્યું કે લેટરલ એન્ટ્રી કોઈ નવી વાત નથી. આવું પહેલા પણ થતું આવ્યું છે.
UPSC લેટરલ એન્ટ્રી રિક્રુટમેન્ટના વિષય પર ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, “રાહુલ ગાંધી અને તેમના પરિવારનો આરક્ષણ અને SC-ST, OBC વિશેનો પારિવારિક વારસો કોઈનાથી છુપાયેલ નથી અને તેમનું અજ્ઞાન પણ કોઈનાથી છુપાયેલું નથી..હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે જો તેઓ નથી જાણતા કે તેઓ કઈ બેચના કેબિનેટમાં સચિવ બન્યા છે,,તો અમે તેમને કહીશું કે તેઓ 1987ની બેચના છે.જ્યારે તેમની પાર્ટી અને તેમના પિતાની સરકાર હતી? તેમણે ઓબીસીને આરક્ષણ કેમ ન આપ્યું?” તેનો જવાબ રાહુલ ગાંધી આપે તેમ પણ સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ હતુ.
SORCE :