હાઈલાઈટ્સ :
- અજમેર ગેંગરેપ-બ્લેકમેલ કેસમા સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો
- કેસના તમામ 6 આરોપીઓને દોષિત ગણી આજીવન કેદની સજા
- કોર્ટે કેસના દરેક આરોપીને 5-5 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો
- 100થી વધુ સ્કૂલ-કોલેજની યુવતીઓ પર ગેંગ રેપ-બ્લેકમેઈલિંગ કેસ
- બિભત્સ તસવીરો મેળવી જાહેર કરવાની ધમકી આપી ગેંગરેપ
અજમેર ગેંગરેપ અને બ્લેકમેલ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે 6 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત દરેક આરોપીને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
અજમેરના સૌથી મોટા બ્લેકમેલ કેસમાં નફીસ ચિશ્તી અને નસીમ ઉર્ફે ટારઝન સહિત 6 ગુનેગારોને સ્પેશિયલ પોક્સો એક્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.1992થી આ લોકોએ 100થી વધુ યુવતીઓને અશ્લીલ ફોટા પાડીને બ્લેકમેલ કરી હતી.
અગાઉ,તેના નિર્ણયમાં, કોર્ટે આરોપી નફીસ ચિશ્તી,નસીમ ઉર્ફે ટાર્ઝન,સલીમ ચિશ્તી,સોહિલ ગની,સૈયદ ઝમીર હુસૈન અને ઇકબાલ ભાટીને દોષિત ઠેરવ્યા હતા.
અજમેર ગેંગરેપ અને બ્લેકમેલ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે 6 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કોર્ટે પોતાના નિર્ણયમાં આરોપી નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, સોહિલ ગની, સૈયદ ઝમીર હુસૈન અને ઈકબાલ ભાટીને દોષિત જાહેર કર્યા હતા.
વર્ષ 1992માં 100થી વધુ સ્કૂલ અને કોલેજની યુવતીઓ પર ગેંગ રેપ અને બ્લેકમેઈલિંગ કેસમાં 18 આરોપી હતા. અત્યાર સુધીમાં 14ને સજા થઈ છે. એક આરોપીએ આપઘાત કર્યો છે અને એક હાલ ફરાર છે.
નોંધનિય છે કે આરોપીઓએ સ્કૂલ અને કોલેજમાં ભણતી લગભગ 250 છોકરીઓની બિભત્સ તસવીરો મેળવી હતી. ત્યારબાદ તેઓએ 100 થી વધુ વિદ્યાર્થીનીઓને તસવીરો જાહેર કરવાની ધમકી આપીને સામૂહિક દુશ્કર્મ આચર્યુ હતુ. ગેંગના સભ્યો સ્કૂલની વિદ્યાર્થિનીઓને ફાર્મહાઉસ પર બોલાવતા હતા.તેમની સાથે સામૂહિક દુશ્કર્મ ગુજારવામાં આવતુ હતુ, તે સમયે આ યુવતીઓની ઉંમર 11 થી 20 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે.
SORCE :