હાઈલાઈટ્સ :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પોલેન્ડની મુલાકાતે
- PM મોદીના પોલેન્ડ પ્રવાસનો આજે ગુરૂવારે બીજો દિવસ
- પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા અને વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કને મળશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાના ભારતીય સમુદાયને સંબોધિત કર્યા
- ગુરૂવારે બિઝનેસ લીડર્સ અને સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે વાત કરશે
- બંને વડાપ્રધાન દ્વિપક્ષીય બેઠક અને પ્રેસ કોન્ફરન્સમાં સંયુક્ત ભાગ લઈ શકે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે છે.પોલેન્ડ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.તોઆજે ગુરુવારે, મુલાકાતના બીજા દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા અને વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કને મળશે.
પોલેન્ડ પહોંચ્યાના પહેલા દિવસે વડાપ્રધાન મોદીએ નવાનગરમાં જામ સાહેબ મેમોરિયલ અને કોલ્હાપુર મહારાજના સ્મારકની મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી,ત્યારબાદ તેમણે ત્યાંના ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા.હવે મુલાકાતના બીજા દિવસે ગુરુવારે વડાપ્રધાન મોદી પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા અને વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કને મળશે.
બંને વડાપ્રધાન દ્વિપક્ષીય બેઠક કરશે અને પ્રેસ કોન્ફરન્સમાં પણ ભાગ લઈ શકે છે.પીએમ મોદી રાષ્ટ્રપતિ ડુડા સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.આજે પોલેન્ડમાં મોદીના કાર્યક્રમના બીજા દિવસે તેઓ બિઝનેસ લીડર્સ તેમજ સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે વાતચીત કરશે.
– જાણો PM મોદીની પોલેન્ડ મુલાકાતના બીજા દિવસનું શેડ્યૂલ (ભારતીય સમય અનુસાર )
– બપોરે 1.30-1.45 કલાકે – ચૅન્સેલરી ખાતે ઔપચારિક સ્વાગત
– બપોરે 1.45-2.15 – પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત
– બપોરે 2.15-2.55 – પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત
– બપોરે 3.05 થી 3.00 કલાકે – પ્રેસ કોન્ફરન્સ
– બપોરે 3.00-4.50 – પોલેન્ડના વડા પ્રધાન દ્વારા આયોજિત લંચમાં હાજરી આપશે
– સાંજે 5.30-6.30 – પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે દ્વિપક્ષીય બેઠક
– 7.20- 7.50 pm – બિઝનેસ લીડર્સ સાથે વાતચીત
– 8.00-8.40 pm – પોલેન્ડના સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે વાતચીત
નોંધનિય છે કે છેલ્લા 45 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પહેલી મુલાકાત છે.વડાપ્રધાન મોદી ભારતીય સમય અનુસાર ગઈકાલે સાંજે પોલેન્ડ પહોંચ્યા હતા.પોલેન્ડની ધરતી પર પહોંચતાની સાથે જ તેમણે કહ્યું હતું કે આ મુલાકાતથી ભારત-પોલેન્ડ મિત્રતાને વેગ મળશે અને બંને દેશોના લોકોને ફાયદો થશે.
– વિદેશ મંત્રાલયે કહ્યું આ મુલાકાત શા માટે ખાસ છે?
વડાપ્રધાન મોદીની પોલેન્ડની મુલાકાત પર,ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે નવી દિલ્હીમાં એક નિવેદનમાં કહ્યું હતું કે મહારાજા સ્મારકમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે વડાપ્રધાન ત્રણ સ્મારકોની મુલાકાત લેશે.આ સ્મારકો પાછળનો ઈતિહાસ પોલેન્ડ અને ભારતને ખૂબ જ ખાસ રીતે જોડે છે.બીજા દિવસે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય બેઠક છે. તેઓ પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડાને પણ મળશે.જે બાદ તેઓ ભારત-પોલેન્ડ વેપાર સંબંધોને મજબૂત કરવા પોલેન્ડના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન ઈન્ડોલોજિસ્ટ અને કેટલાક કબડ્ડી ખેલાડીઓને પણ મળશે.
SORCE :