હાઈલાઈટ્સ :
- આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં ક્રાંતિકારી આયુષ્માન ભારત યોજના
- લોકો તેને મોદી કેર તરીકે ઓળખે તો કોઈ સ્વસ્થ ભારત તરીકે
- વિવિધ નામથી જાણીતીયોજના મૂળભૂત રીતે આયુષ્માન ભારત યોજના
- સરકારની પરિવાર દીઠ 5 લાખ રૂપિયાના વાર્ષિક વીમાની જોગવાઈ
- કેન્દ્ર સરકારની એક ડગલુ આગળ વધી વીમાની વધારવાની તૈયારી
- 5 લાખની મર્યાદા તોડી 10 લાખ તો મહિલાઓ માટે 15 લાખની દરખાસ્ત
- દરખાસ્ત ઔપચારિક બનાવી નાણા મંત્રાલય-કેબિનેટને મંજૂરીમાટે મોકલાશે
કેન્દ્રની આયુષ્માન ભારત યોજના, જેણે દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે, તે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. કેટલાક લોકો તેને મોદી કેર તરીકે ઓળખે છે.તો કોઈ તેને સ્વસ્થ ભારતના નામથી જાણે છે.પરંતુ મૂળભૂત રીતે યોજના આયુષ્માન ભારત છે.જેમાં પરિવાર દીઠ 5 લાખ રૂપિયાના વાર્ષિક વીમાની જોગવાઈ છે. આ યોજના ગરીબ લોકો માટે દેવદૂતથી ઓછી નથી.જેના દ્વારા તેઓ ખાનગી હોસ્પિટલોમાં પણ મફત સારવાર મેળવી શકશે.
આ યોજનામાં એક ડગલું આગળ વધીને 5 લાખ રૂપિયાની મર્યાદા તોડીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની દરખાસ્ત કરી છે.આ પ્રસ્તાવ સામાજિક ક્ષેત્ર પરના 9 કેન્દ્રીય મંત્રાલયોના સચિવ જૂથ એટલે GoS દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,આ પ્રસ્તાવ નીતિ આયોગના સભ્ય વી.કે.પોલની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની ભલામણો પર આધારિત છે.કમિટીના રિપોર્ટના આધારે જ આ પ્રસ્તાવને ઔપચારિક બનાવીને નાણા મંત્રાલય અને કેબિનેટને મંજૂરી માટે મોકલવામાં આવશે.
આ યોજના દેશના લગભગ 12 કરોડ પરિવારોના 55 કરોડ લોકોને આવરી લે છે,જે કુલ વસ્તીના 40 ટકા છે. આ સાથે સરકાર લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારી કરી રહી છે.રિપોર્ટ અનુસાર,20 જૂન, 2024 સુધી, 7.37 કરોડ લોકોએ આ યોજના હેઠળ હોસ્પિટલોમાં સારવાર સુવિધાઓનો લાભ લીધો છે.
આ યોજનાની રકમ વધારવા પાછળનું કારણ દેશમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું છે.10 લાખની મફત સારવારની સુવિધા હશે ત્યારે લોકો ખાનગી હોસ્પિટલો તરફ વળશે.સાથે સાથે ખાનગી દવાખાનામાં પણ દર્દીઓ સારવાર માટે આવશે તેવી ખબર છે.તેથી આ દેશમાં ખાનગી હોસ્પિટલોનું નેટવર્ક બનાવશે. જે હેલ્થકેર સેક્ટરમાં મોટા ફેરફારનો સંકેત આપે છે.
સાથે જ ખાનગી હોસ્પિટલોમાં કાફલો વધારવાની દરખાસ્તમાં પણ ભાર મૂકવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં,યોજના હેઠળ લગભગ 7.22 લાખ ખાનગી હોસ્પિટલમાં પથારીઓ છે. તેને 2026-27 સુધીમાં 9.32 લાખ અને 2028-29 સુધીમાં 11.12 લાખ કરવાનો પ્રસ્તાવ છે.
SORCE :