હાઈલાઈટ્સ
- નેપાળ બસ અકસ્માતમાં મૃત્યુઆંક 40ને પાર
- 24 ભારતીયોના મૃતદેહ મહારાષ્ટ્ર લવાશે
- મૃતદેહને ભારત લાવવા માટે એરફોર્સના વિમાનની મદદ લાવશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાર્યાલયે માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 24 લોકોના મૃતદેહ શનિવારે મહારાષ્ટ્ર પરત લાવવામાં આવશે.
નેપાળમાં, ભારતીય પ્રવાસીઓને લઈને પોખરાથી કાઠમંડુ પરત ફરી રહેલી ગોરખપુર બસ મર્સ્યાંગડી નદીમાં પડી જતાં અકસ્માતમાં 40 થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાર્યાલયે માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 24 લોકોના મૃતદેહ શનિવારે મહારાષ્ટ્ર પરત લાવવામાં આવશે.
મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને કહ્યું છે કે નેપાળમાં બસ નદીમાં પડી જતાં 41 લોકોના મોત થયા છે. નેપાળ આર્મી કેટલાક લોકોને હોસ્પિટલ લઈ ગઈ. તેમણે કહ્યું છે કે અમારી પાસે સચોટ ડેટા નથી. અમે સતત સંપર્કમાં છીએ.
Nepal bus accident: Special IAF plane to bring bodies of 24 Indians to Maharashtra
Read @ANI Story | https://t.co/x9gjfi5EhF#NepalBusAccident #IndianAirForce #Maharashtra pic.twitter.com/p78d7CfsoG
— ANI Digital (@ani_digital) August 23, 2024
એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરોથી ભરેલી બસ શુક્રવારે પોખરાથી કાઠમંડુ પરત ફરી રહી હતી. તનાહુન જિલ્લાના આઈના પહારા ખાતે બસ હાઈવે પરથી નદીમાં પલટી ગઈ હતી. 16 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 11 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. હવે મૃત્યુઆંક 40ને પાર પહોંચી ગયો છે. અન્ય ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરીને કાઠમંડુ લઈ જવાયા હતા અને ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મૃતકોમાં ઘણા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાલ ગામના હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેના કાર્યાલયે જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા શનિવારે 24 મૃતદેહો મહારાષ્ટ્ર લાવવામાં આવશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તક્ષેપને કારણે ભારતીય વાયુસેનાના વિમાનોની વ્યવસ્થા થઈ શકી છે.