હાઈલાઈટ્સ :
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની છત્તીસગઢ CM સાથે મહત્વની બેઠક
- પડોશી રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો હાજર રહ્યા
- મહત્વપૂર્ણ બેઠકમાં નક્સલવાદ સહિતના મહત્વના મુદ્દે ચર્ચા થઈ
- પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી યોજનાઓનો 100 ટકાઅમલ થાય : શાહ
- આવા વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પ્રગતિ થવી જોઈએ : શાહ
- મજબૂત વ્યૂહરચના સાથે સમસ્યા પર આખરી પ્રહારનો સમય આવી ગયો
- ડાબેરી ઉગ્રવાદની લાંબા ગાળાની અસરથી અભણ રહેલાને ભણાવો : શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 24 ઓગસ્ટના રોજ છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈ અને પડોશી રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો સાથે આંતર-રાજ્ય સંકલન બેઠકમાં ભાગ લીધો હતો.જેમાં નક્સલવાદ સહિતના મહત્વના મુદ્દે ચર્ચા થઈ હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 24 ઓગસ્ટના રોજ છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈ અને પડોશી રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો સાથે આંતર-રાજ્ય સંકલન બેઠકમાં ભાગ લીધો હતો.
બેઠક બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં ભારત સરકાર અને છત્તીસગઢ સરકારની તમામ યોજનાઓનો 100 ટકા અમલ થવો જોઈએ,આવા વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પ્રગતિ થવી જોઈએ અને આવા પ્રોજેક્ટ્સ દરમિયાન પડકારોનો સામનો કરવો જોઈએ.આ બેઠકનું આયોજન આ હેતુથી કરવામાં આવ્યું હતું..હવે સમય આવી ગયો છે કે એક મજબૂત વ્યૂહરચના સાથે ડાબેરી ઉગ્રવાદની સમસ્યાને આખરી ફટકો આપવામાં આવે.તેમણે એમ પણ કહ્યુ કે હવે સમય આવી ગયો છે કે એક મજબૂત વ્યૂહરચના સાથે ડાબેરી ઉગ્રવાદની સમસ્યાને આખરી પ્રહાર કરવામાં આવે.
#WATCH रायपुर: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "नक्सल प्रभावित जिलों में भारत सरकार और छत्तीसगढ़ सरकार की सभी योजनाओं का 100% क्रियान्वयन हो, ऐसे क्षेत्रों में बुनियादी ढांचा परियोजनाओं की प्रगति हो और ऐसी परियोजनाओं के दौरान आने वाली चुनौतियों को दूर किया जा सके, इसके लिए… https://t.co/Hv2aOXZmNa pic.twitter.com/SGq2ecSi5q
— ANI_HindiNews (@AHindinews) August 24, 2024
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, “આજની બેઠકમાં, છત્તીસગઢના મુખ્યમંત્રીએ એવા લોકોને સાક્ષર બનાવવા માટે પણ કેટલાક નિર્ણયો લીધા છે જેઓ ડાબેરી ઉગ્રવાદની લાંબા ગાળાની અસરને કારણે અભણ રહી ગયા છે પછી તેમની ઉંમર ગમે તે હોય.” અને ભારત સરકારનું ગૃહ મંત્રાલય એક અભિયાન ચલાવશે અને આપણે તેંદુના પાંદડાની ખરીદીમાં પણ આમૂલ પરિવર્તન કરીશું.
#WATCH रायपुर: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "आज की बैठक में छत्तीसगढ़ के मुख्यमंत्री ने कुछ फैसले भी लिए हैं, जो लोग वामपंथी उग्रवाद के लंबे समय के प्रभाव के कारण निरक्षर रहे हैं चाहे उनकी उम्र कुछ भी हो, उन्हें साक्षर बनाने के लिए छत्तीसगढ़ सरकार और भारत सरकार का गृह… pic.twitter.com/GDjAJ4snH9
— ANI_HindiNews (@AHindinews) August 24, 2024
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “કેટલીક જગ્યાએ, 3 રાજ્યો અને 2 રાજ્યોની સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે,જ્યાં પણ જંકશન છે,ત્યા બનાવવામાં આવ્યું છે, માહિતીના આદાન-પ્રદાન માટેનું માળખું મજબૂત કરવામાં આવ્યું છે અને ભારત સરકારની એજન્સીઓ તમામ રાજ્યો વચ્ચે સંકલન માટે કામ કરી રહી છે.અને અમને સંયુક્ત ટાસ્ક ફોર્સના ખૂબ સારા પરિણામો મળ્યા છે.”
#WATCH रायपुर: केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "कहीं 3 राज्यों का तो कहीं 2 राज्यों का संयुक्त टास्क फोर्स बनाया गया है, जहां जैसा जंक्शन है वह बनाया गया है, सूचनाओं के आदान-प्रदान का खाका मजबूत किया गया है और भारत सरकार की एजेंसियां सभी राज्यों के बीच समन्वय के लिए काम कर… pic.twitter.com/lyZ27c00j8
— ANI_HindiNews (@AHindinews) August 24, 2024
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “પ્રથમ 10 વર્ષમાં 6617 સુરક્ષા જવાનો અને નાગરિકોના મૃત્યુ થયા હતા અને હવે તેમાં 70 ટકાનો ઘટાડો થયો છે.અને મને વિશ્વાસ છે કે આપણી લડાઈ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને આપણે દેશને માર્ચ 2026 સુધીમાં નક્સલવાદની સમસ્યાથી સંપૂર્ણપણે મુક્ત કરાવી સુરક્ષિત સ્થાન પર લઈ જઈશુ.”તો વળી એક સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વસ્તી ગણતરી અંગે કહ્યું કે, “તે યોગ્ય સમયે કરવામાં આવશે,જ્યારે તે નક્કી કરવામાં આવશે ત્યારે હું જાહેરાત કરીશ કે તે ક્યારે થશે અને કેવી રીતે કરવામાં આવશે.”