હાઈલાઈટ્સ
- આખા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ
- ભારે વરસાદને પગલે મોરબીમાં મોટી દુર્ઘટના
- ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા 17 લોકોના મોત
આખા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે ધબધબાટી બોલાવી દીઘી છે. વરસાદને પગલે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે તો કેટલીક જગ્યાવે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે મોરબીથી એક મોટી દુર્ઘટનાના સમાચાર મળ્યા છે.
#WATCH | Gujarat: Collector, Morbi KB Jhaveri says, "Due to heavy rains today, a lot of water was flowing from the causeway. A tractor was passing through that causeway and the attached trolley overturned due to the force of water. Around 17 people travelling are stranded…We… https://t.co/n9p0vhosGa pic.twitter.com/YZwxCYXaff
— ANI (@ANI) August 26, 2024
મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી ઝવેરીના જણાવ્યા અનુસાર ભારે વરસાદને પગલે હળવદ તાલુકાના ધાવાના ગામે એક કોઝ વે પરથી પસાર થતું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. પાણીના ભારે વહેણને લીધે આ ટ્રેક્ટર તણાઈ ગયું હતું જેના લીધે 17 જેટલા લોકો પાણીના વહેણમાં વહી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના પગલે લગભગ 10 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને હજુ પણ 7 લોકો લાપતા છે.