હાઈલાઈટ્સ :
- જમ્મુ-કાશ્મીરમા વિધાનસભા ચૂંટણી પહેલા લદ્દાખને કેન્દ્ર સરકારની ભેટ
- લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો નિર્ણય
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી જાહેરાત
- લદ્દાખમાં જાંસકર,દ્રાસ,શામ,નુબ્રા અને ચાંગથાંગા એમ પાંચ જિલ્લા બનશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત લદ્દાખની નેમ અન્વયે કરાયો નિર્ણય
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લદ્દાખને મોટી ભેટ આપતા પાંચ જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી.
જમ્મુ-કાશ્મીરમા વિધાનસભા ચૂંટણીની નગારા વાગી ચૂક્યા છે.ત્યારે રાજકીય ગરમાવો પણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે.જેમા એક તરફ કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ પાર્ટી વચ્ચે ગઠબંધન થયુ છે.તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ સક્રિયતા નોંધાવતા પોતાના 44 ઉમ્દવારોની પ્રથમયાદી જાહેર કરી દઈને કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો કરતા એક ડગલુ આગળ ધપાવ્યુ છે.એટલુ જ નહી પણ કેન્દ્રમાં કરકાર હવાનો ફાયદો ઉઠાવતા ભાજપે વધુ એક કદમ ઉઠાવતા લદ્દાખને મોટી ભેટ આપવાની જાહેરીત કરી છે.
કેન્દ્રની નરેન્દ્ર માદીની NDA સરકારે લદ્દાખને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે.જેમા સરકારે લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે.જેમાં જાંસકર,દ્રાસ,શામ,નુબ્રા અને ચાંગથાંગા એમ પાંચ નવા જિલ્લા બવાવવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે.અમિત શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી છે.તેમણે કહ્યુ કે એક વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રશ્ટિ અન્વયે ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય કરાયો હોવાનુ જણાવ્યુ હતુ.
અમિત શાહે વધુમા કહ્યુ કે પ્રત્યેકે ગલી અને મહોલ્લાઓમાં શાસનને મજબૂત કરીને સ્થાનિક લોકો માટે નવા લાભ તેમની દ્વાર સુધી લઈ જવાશે.તો કેન્દ્રની મોદી સરકાર લદ્દાશ માટે એ તમામ અવસર પેદા કરવા માટે કટિબદ્ધ છે.
નોંધનિય છે કે આરામી 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા હતા. ત્યારબાદ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો.તો બીજો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર બન્યો છે.પાંટ વર્ષ પહેલા આ જ દિવસે એટલે કે 5 ઓગસ્ટ 2019 ના દિવસે જ તત્કાલીન રાજ્યોને વિશેષ દરજ્જો દેવા માટે કલમ 370 ને પણ રદ્દ કરી દીધી હતી.કેન્દ્ર શાસિત હોવાના કારણે લદ્દાખ કેન્દ્રીય ગૃહમંત્રાલયના સિધા શાસકીય નિયંત્રણમાં આવે છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર